મૃત્યુ પામેલ યુવાનને તંત્રએ વેક્સિન મૂકી!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
હાલમાં સરકાર દ્વારા વેક્સિનેશનની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે.ત્યારે બીજી બાજુ રાજકોટ મનપાના રસીકરણના ઓનરેકોર્ડમાં કંઈક નવો ચોંકાવનારો જ કિસ્સો સામે આવ્યો છે. જે અનુસંધાને પંકજભાઈ બાંભરોલીયા એ જણાવ્યું છે કે, કેતનકુમાર ભીખાભાઇ બાભરોલીયા ઉમર વર્ષ 35 એ વેક્સિનનો પ્રથમ ડોઝ તા.રર-05-2021 ના રોજ લીધો હતો. ત્યારબાદ બીજો ડોઝનો સમય થાય તે પહેલા જ તા. 07-08-2021 ના રોજ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

કેતનકુમારને બીજો ડોઝ લેવાનો સમય થતાં આરોગ્ય વિભાગ દ્વારા બે વખત ફોન આવેલ હતો. પ્રત્યુતરમાં જણાવેલુ હતું કે, કેતનકુમાર બાંભરોલીયાનું અકસ્માતમાં મૃત્યુ થયેલ છે. એટલે હવે બીજો ડોઝ લેવાનો મુદ્દો ઉપસ્થિત થતો નથી.

ત્યારબાદ થોડા દિવસો બાદ તા. 16-12-2021 ના રોજ મોબાઇલમાં એસ.એમ.એસ. આવેલ કે કેતનકુમાર બાભરોલીયાને બીજો ડોઝ સફળતાપુર્વક આપવામાં આવેલ છે. તેમજ અંદર આપેલી લીંકમાં જતા બીજા ડોઝનું સર્ટીફીકેટ પણ ડાઉનલોડ થયું હતું.

ઉપરોકત ઘટના અમારા માટે આઘાતજનક હતી અને વેક્સિનેશનની કામગીરીમાં કેવી લોલંલોલ ચાલે છે. તેનું જીવતુ જાગતું ઉદાહરણ છે. આ બાબતે અમારી સ્પષ્ટ માંગણી છે કે,યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ વિરૂધ્ધ તાતકાલિક પગલા લેવા જોઈએ.

Read About Weather here

હાલમાં સરકાર દ્વારા 100 કરોડ ડોઝની મોટા પાયે જાહેરાત કરવામાં આવે છે તો શું 100 કરોડ ડોઝનો ટાર્ગેટ પુરો કરવા માટેજ આવી રીતે મત્યુ પામનાર વ્યકિતને ડોઝ આપવામાં આવ્યો હશે ? કે પછી કેતનકુમારના નામે ડમી વ્યક્તિને ડોઝ આપવામાં આવ્યો હશે….? કે પછી કંઈક બીજો જ મુદ્દો છે. આ તમામ મુદ્દે તપાસ થવી જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here