કે.કે.વી.ચોકથી મવડી ચોકડી સુધી ગેરકાયદેસર બાંધકામ દુર કરાયા

કે.કે.વી.ચોકથી મવડી ચોકડી સુધી ગેરકાયદેસર બાંધકામ દુર કરાયા
કે.કે.વી.ચોકથી મવડી ચોકડી સુધી ગેરકાયદેસર બાંધકામ દુર કરાયા
મનપાના એક્શન પ્લાન વન વિક વન રોડ અંતર્ગત ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં માન. કમિશ્નર અમિત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના જાહેર માર્ગોપર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત માન.

Visit Saurashtra Kranti Homepage here

કમિશ્નર દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના 150 ફૂટ રીંગ રોડ (કે. કે. વી. ચોકથી મવડી ચોકડી સુધી) પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

Read About Weather here

આ કામગીરીમાં વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશ્નર, ટાઉન પ્લાનીંગ ઓફિસર, સીટી એન્જીનીયર, વેસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા સ્ટાફ સહિતના સ્થળ પર હાજર રહ્યા હતા.(13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here