ચેરમેન અતુલ પંડિતે રજુ કરેલું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રૂા.146 કરોડનું બજેટ
રાજકોટ મનપામાં નવા ભળેલા મુંજકા-માધાપરની શાળાઓ અને શિક્ષકો અંગે પણ વર્ષ 2022-23 ના બજેટમાં જોગવાઈ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બોર્ડ બેઠકમાં સને 2022-23 નું વિશાળ બજેટ રજુ કરવામાં કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ અકસ્માતમાં મૃત્યુ પામેલ રમતવીર વિધાર્થીઓને શ્રધ્ધાંજલી પાઠવેલ અને બે મીનીટ મૌન પાળવામાં આવેલ. બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતું. 146 કરોડ, 46 લાખનું બજેટ રજુ કરતા ચેરમેન અતુલ પંડિત અને વાઈસ ચેરમેન સંગીતાબેન છાયાઓ જણાવેલ

Visit Saurashtra Kranti Homepage here

કે જરૂરીયાત મુજબના વિસ્તારમાં નવી શાળા નિર્માણ કરાશે. જેનાથી આસપાસ રહેતા લોકોને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા મળ્યું રહેશે. મુજકા-માલાપરની શાળાઓ અને શિક્ષકો શિક્ષણ સમિતિમાં ભળતા બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે.

બજેટમાં ગણીત-વિશાન પ્રદર્શન, વાર્ષિક રમોત્સવ, સાંસ્કૃત કાર્યક્રમ, વાલી સંમેલનો, શાળામાં સ્માર્ટ કલાસની સુવિધા તથા ગુરૂવંદના એવોર્ડ, નિવૃત શિક્ષક સન્માન સાથે શાળા વિકાસ માટેની જોગવાઈ રાખવામાં આવેલ છે. ધો. 1 થી 8 ની તમામ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર સુવિધા સાથે તેના અપગ્રેડ, મેન્ટેનન્સની જોગવાઈ કરવામાં આવી છે.

જિલ્લા-રાજયની રમત-ગમત સ્પર્ધામાં તેજસ્વી વિધાર્થીઓ માટે સ્પોર્ટસ સંકુલ બનાવાશે. ઉપરાંત 2022-23 માં આવતી શાળાની જાહેર સ્થાનિક રજા મંજુર કરવામાં આવેલ. શિક્ષણ સમિતિ હસ્ડની કસ્તુરબા પ્રાથમિક શાળા નં.53 ને આદિત્ય પ્રાથમિક શાળા નં.32 માં મર્જ કરવામાં બહાલી આપવામાં આવેલ. શિક્ષણ સમિતિના કર્મચારીઓ અને શિક્ષકોને અવસાન પામે તેના આશ્રીતોને ઉચક નાણાકીય સહાય આપવા માટેની દરખાસ્ત,

તમામ શાળાઓના અભ્યાસ કરતા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે જરૂરીયાત મુજબ ગ્રીનબોર્ડ ફાળવવા, શાળાઓમાં શૈક્ષણિક હેતુસર અને વિવિધ કાર્યક્રમો ઉજવણીમાં સલાહ અને માર્ગદર્શન આપવા શાળા સલાહકાર સમિતિની રચના કરવામાં આવી. શાળામાં ચાલતા ધોરણ 1 થી 8 ના વર્ગોને દતક આપવાની યોજના જેવી તમામ દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતી.

Read About Weather here

શિક્ષણ સમિતિની બજેટ મિટીંગમાં શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિત, વા. ચેરમેન, સંગીતાબેન છોચા, સદસ્ય કિશોરભાઈ પરમાર, રવિભાઈ ગોહેલ, તેજસભાઈ ત્રીવેદી, કિરીટભાઈ ગોહેલ, ડો. વિજયભાઈ ટોળીયા, ફારૂકભાઈ બાવાણી, ધૈર્યભાઈ પારેખ, શરદભાઈ તલસાણીયા, ડો. પીનાબેન કોટક, જયંતીલાલ ભાખર, ડો.સમ્બિન દુઘરેજીયા, જાગૃતીબેન ભાભ્રવડીયા, ડો. મેલાવીબેન સીંઘવ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર હાજર રહી બજેટ ચર્ચામાં ભાગ લીધેલ હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here