નવું મકાન લેવા 25 લાખ એડવાન્સ મળશે

નવું મકાન લેવા 25 લાખ એડવાન્સ મળશે
નવું મકાન લેવા 25 લાખ એડવાન્સ મળશે
નાણા વિભાગે કરેલા ઠરાવ મુજબ કર્મચારીઓને નવા મકાન માટે જમીનની ખરીદી સહિત અથવા ફ્લેટ માટે 34 મૂળ માસિક પગાર અથવા મકાન કે ફ્લેટની અપેક્ષિત કિંમત અથવા 25 લાખ રૂપિયા એ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે મંજૂર કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યના સરકારી કર્મચારીઓને નવું મકાન ખરીદવા માટે રાજ્ય સરકાર તરફથી અપાતી પેશગીની રકમ 15 લાખથી વધારીને 25 લાખ કરાઈ છે. સાતમા પગારપંચને ધ્યાને લઇને પેશગીની રકમ વધારાઈ છે તેના પર વાર્ષિક 7.9 ટકાનો વ્યાજ લાગશે.

 નોકરી દરમિયાન અવસાન પામેલા કર્મચારીની મકાન બાંધકામ પેશગીની બાકી વસૂલાત માંડવાળ કરવા માટે વધારાના વ્યાજનો દર 0.25 ટકા કરાયો છે.
કર્મચારીઓના મકાનની મરામત કે વિસ્તરણ માટે અપાતી પેશગીની મર્યાદા 2 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે.

Read About Weather here

તેના પર પણ 7.9 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે. મકાન બાંધકામ પેશગી લીધી હોય અને તેની સંપૂર્ણ વસૂલાત થઇ ગઇ હોય તેવા કર્મચારીને પણ એક વખત રીપરીંગ માટેની પેશગી મળવાપાત્ર રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here