રાજકોટમાં કોરોના બેફામ: રવિવારે 194 કેસ, સોમવારે બપોર સુધીમાં 46 કેસ

કોરોનાના પ્રતિબંધોની ઝંજીરોમાંથી લોકો મુકત…!
24 કલાકમાં 1.61 લાખ કેસ : 1733 દર્દીઓના મોત

માસ્ક સહિતનાં નિયમોનું પાલન કરવા શહેરીજનોને અપીલ

રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ બેફામ ઝડપે વિસ્તરી રહ્યું છે. જેના કારણે આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ છે. રવિવારે શહેરમાં એક દિવસમાં 194 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા. જયારે 62 દર્દીઓને રજા આપવામાં આવી હતી. કુલ 3555 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. તે પૈકીનાં અંદાજે 200 લોકો કોરોના સંક્રમિત હોવાનું માલુમ પડતા બધાને કવોરન્ટાઇન થઇ જવા સલાહ અપાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં તા.10 સોમવારે બપોર સુધીમાં 46 કેસ નોંધાતા ત્રીજાવેવ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 44203 થઇ છે. એ પૈકીનાં 42676 ને ડીસ્ચાર્જ કરાયા છે. છેલ્લા થોડા સમયથી ઘટી ગયેલો પોઝીટીવીટી રેટ ફરી ઉંચો આવ્યો છે અને 2.82 ટકા થયો છે.

Read About Weather here

આરોગ્ય નિષ્ણાંતો અને તબીબો એ ફરી ફરીને સલાહ આપી છે કે, કોરોના મહામારીથી બચવા માટે માસ્ક, વેક્સિન, સામાજીક અંતર અતિશય જરૂરી છે. કોરોનાનાં તમામ નિયમોનું શહેરીજનો એ જીવની જેમ જતન કરવું જોઈએ. ભીડભાડ તો ખાસ ટાળવી જરૂરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here