રાજકોટમાં બે જુથ વચ્ચે અથડામણ: પોલીસના ધાડેધાડા ઉતારાયા

રાજકોટમાં બે જુથ વચ્ચે અથડામણ: પોલીસના ધાડેધાડા ઉતારાયા
રાજકોટમાં બે જુથ વચ્ચે અથડામણ: પોલીસના ધાડેધાડા ઉતારાયા
શહેરના બસસ્ટેન્ડ પાછળ આવેલ ગીરનાર ટોકીઝ અને પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આજે બપોરે બે હરીફ જુથ વચ્ચે અથડામણ થઇ હતી. 1 જુથે પાઇપ અને ધોકા સાથે આવીને બીજા જુથની હોટલ, દુકાન, ઓફિસમાં આંતક મચાવ્યો હતો અને બે ગાડીઓ પડી હતી તેમાં પણ તોડ ફોડ કરી હતી. આવો બનાવ બનતાની સાથે આજુ બાજુમાં ભારે તંગદિલી સર્જાઇ ઉઠી હતી અને દુકાનદારોએ દુકાનો પણ બંધ કરી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ મામલે પોલીસને ખબર પડતાની સાથે જ એ-ડીવીઝન પોલીસના ધાાડે ધાડા ઉતરી ગયા હતા અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ત્યા પહોંચીને આજુબાજુના સિસિટીવી તપાસ્યા હતા અને શોધખોળ આદરી હતી. મળતી વિગતો મુજબ 7 વર્ષ પહેલાના જુના મન:દુખને લઇને ભરત ગમારા અને રણજીત ચાવડીયાના બે જુથો વચ્ચે મારામારી થઇ હતી અને વાહનોમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો.

બજારમાં એ વાતે પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે ફરીયાદ થતી અટકાવવા માટે આગેવાનો વચ્ચે બેઠક પણ શરૂ થઇ ગઇ હતી અને સમાધાનના પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. એ-ડીવીઝનના જણાવ્યા પ્રમાણે બનાવની તપાસ શરૂ છે તપાસ થયા બાદ યોગ્ય માહિતી બહાર આવશે પછી જવાબદારો સામે ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.

Read About Weather here

શહેરમાં ધોડાદિવસે આવા હુમલો થતા પોલીસ સામે અનેક પ્રશ્ર્નો લોકો દ્રારા કરવામાં આવી રહ્યા છે. અને આ બનાવમાં ફાંયરીંગ પણ થયાની પણ ચર્ચા થઇ રહી છે. બનાવ બનતા આજુબાજુના વિસ્તારમાં સોંપો પડી ગયો હતો અને આવા આવારા ત્તવોને જાહેરમાં કાયદાનું ભાન કરાવવું જોઇનો સુર પણ ઉઠ્યો હતો આગામી પોલીસ દ્રારા શુ કાર્યવાહી કરવામાં આવશે તેની પર સૌની નજર રહેશે.(4.1)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here