સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું

આગામી બે દિવસ હજુ વધુ હાડ ગાળતી ઠંડી પડવાની આગાહી: દિવસભર ઠંડા પવનની સાથે તાપમાન ગગડતા લોકો ઘરોમાં ઢબુરાયા
રાજકોટમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ, 10 ડિગ્રી: રાજ્યનાં 9 જેટલા શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું

રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં અને ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. રાજકોટમાં સીઝનનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો હતો અને લઘુતમ તાપમાન વર્તમાન સીઝનમાં પહેલીવાર 10.3 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યનાં 9 થી વધુ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રીથી નીચે ચાલ્યો જતા જનજીવન સ્થગિત થઇ ગયું હતું. આકરી ઠંડીને કારણે લોકો દિવસે પણ ઘરનો નોંધાયેલા રહ્યા હતા. તમામ શહેરો અને ગામોમાં રાતનો ટ્રાફિક વ્યવહાર પણ પાંખો થઇ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ઉતર ભારતમાં હિમવર્ષા અને કોલ્ડવેવની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં પણ શિયાળા એ આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજકોટમાં રવિવાર સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જેથી લોકોની દાંતની કડેડાટી બોલી ગઈ હતી. રાતનાં કર્ફ્યું પહેલા જ દિવસભર ઠંડીને કારણે ઓછી અવરજવરથી ટાઢા કર્ફ્યુંનું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે સોમવારે અને મંગળવારે પણ ઠંડીનું વધુ કાતિલ મોજું ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ ઠંડીનું જોર વધી ગયું હતું. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર 6.8 ડિગ્રી સાથે નલિયા રહ્યું હતું.

અમદાવાદ સહિત 9 શહેરમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. મહેસાણામાં 7 ડિગ્રી, પાટણમાં 7, ભુજ અને વડોદરામાં 9-9 ડિગ્રી, અમદાવાદમાં 10 અને ગાંધીનગરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનો આકરો પરચો જોવા મળ્યો હતો. રાજ્યનાં દરિયાકાંઠાનાં શહેરોને બાદ કરતા અન્યત્ર ઠંડી ઓછી જોવા મળી હતી. જ્યાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી ઓછો નોંધાયો હતો.

Read About Weather here

આગામી બે દિવસ સુધી કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાવ અને શરદી ધરાવતા દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, વડીલો એ ગરમ વસ્ત્રો સહિતનાં પ્રિકોશનનો ઉપયોગ કરવા તબીબો એ સલાહ આપી છે. રાજ્યનાં સરહદી વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here