અમદાવાદ એરપોર્ટ 17 જાન્યુ. થી31 મે સુધી રોજ 9 કલાક રહેશે બંધ

અમદાવાદ એરપોર્ટ 17 જાન્યુ. થી31 મે સુધી રોજ 9 કલાક રહેશે બંધ
અમદાવાદ એરપોર્ટ 17 જાન્યુ. થી31 મે સુધી રોજ 9 કલાક રહેશે બંધ

રન વે પર રિકાર્પેટિંગની કામગીરીને લઈને નિર્ણય : 33 જેટલી ફ્લાઈટો પણ રદ કરી દેવાઈ

એરપોર્ટ 17 જાન્યુઆરીથી 31 મે સુધી એરપોર્ટ 9 કલાક રહેશે બંધ. સવારે 9 થી સાંજે 6 સુધી રન-વે રિકાર્પેટિંગની કામગીરી થશે. સાથેજ દરેક ફ્લાઈટો પણ સવારે 8 પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ જ ઓપરેટ કરવામાં આવશે. સમગ્ર મુદ્દે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉથીજ જાણ કરી દેવામાં આવી છે. જેથી મુસાફરોને વધારે તકલીફ ન પડે

Visit Saurashtra Kranti Homepage here

આ સાથેજ 21 મે સુધી 33 જેટલી ફ્લાઈટોને પણ બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત 31મે સુધી 15 જેટલી ફ્લાઈટોને રિશેડ્યૂલ કરી દેવામાં આવી છે. રન-વે પર રિકાપેંટિગની કામગીરી ચાલી રહી છે જેથી આ શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર રોજ 136 જેટલી ફ્લાઈટનું અવાગમન થાય છે. પરંતુ રન-વે પર રિકાર્પેટિંગની કામગીરીને કારણે હવે પ્રતિદિન 103 ફ્લાઈટનુંજ અવાગમન કરવામાં આવશે.

Read About Weather here

આ કામગીરીને લઈને ઈન્ડિગો એર એજન્સી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓ તેમની વ્યસ્ત રૂટવાળી ફ્લાઈટ વડોદરાથી ઓપરેટ કરશે. ઉલ્લેખનીય છે કે જે લોકોએ એડવાન્સ બૂકિંગ કરાવી દીધું છે તેમને તકલીફ ન પડે તે માટે ફ્લાઈટો મર્જ કરવવામાં આવશે. ખાસ કરીને સ્ટાર એરની કિશનગઢ અને ટૂ જેટની પોરબંદર કંડલા ફ્લાઈટને બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત ટૂ જેટની જેસલમેર ફ્લાઈટના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે રિકાપેંટિગની કામગીરીથી એર ઈન્ડિયાની કોઈ પણ ફ્લાઈટ રદ નહી કરવામાં આવે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here