કોરોનાનાં કારણે વેપાર-ઉદ્યોગો બંધ થશે તો વિકટ સ્થિતિ સર્જાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

યોગ્ય તકેદારીનાં ત્વરિત પગલા ભરવા ખજખઊ ફેડરેશનનું સરકારને સૂચન
રાજકીય સભાઓ, સામાજિક કાર્યક્રમો પર અંકુશ લાવી, જનજાગૃતિ ઝુંબેશ ઉપાડવા માંગણી
લોકડાઉન આવશે તો પ્રજા સહન નહીં કરી શકે, અર્થતંત્ર સાવ ભાંગી પડશે: પ્રમુખ મગનભાઈ પટેલ

કોરોનાને લીધે ધંધા-રોજગાર, ઔદ્યોગિક એકમો બંધ થશે તો રાજ્યમાં વિકટ સ્થિતિ ઉભી થશે. તેમ જણાવીને ગુજરાતમાં વધતા જતા કોરોના સંક્રમણ બાબતે તકેદારી રાખવા ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશન દ્વારા રાજ્ય સરકારને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશનના પ્રમુખ મગનભાઈ પટેલે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય સંબંધિત વિભાગોના મંત્રીઓને પત્ર લખી જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે અને નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળી રહ્યા છે. આ સંક્રમણ વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખવા ફેડરેશન તરફથી રાજ્ય સરકારને અમુક સૂચનો છે.રાજ્ય સરકારે ધાર્મિક મેળાવડાઓ, રાજકીય સભાઓ, સામાજિક કાર્યક્રમો પર અંકુશ લગાવી અવેરનેસ પ્રોગ્રામો યોજી પ્રજા માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને કોરોનાના નિયમોનું સખત પાલન કરાવવું જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં જણાવ્યું છે કે, અત્યારે રાજ્યમાં ઉદ્યોગો, ધંધા-રોજગાર, ટ્રાન્સ્પોર્ટીંગ, ઇન્ફ્રાસ્ટ્ર્કચર, રોજગારલક્ષી કામો પુરજોશથી ચાલુ છે. હવે જો લોકડાઉન આવશે તે પ્રજા સહન નહિ કરી શકે. કોરોનાને લીધે ધંધા-રોજગાર, ઔદ્યોગિક એકમો બંધ થશે તો રાજ્યમાં ખૂબ મુશ્કેલી ઉભી થશે. રાજ્યની આર્થિક પરિસ્થિતિ ઉપર ખુબ ગંભીર અસર થશે. શ્રમજીવીઓને વેતન નહિ મળે તો રાજ્યમાં બેકારી વધી શકે છે. શ્રમજીવીઓ જો પલાયન કરશે તો ઔદ્યોગિક એકમો ચલાવવામાં ભારે મુશ્કેલી ઉભી થશે. શ્રમજીવીઓને મફત અનાજ વિતરણ કરવાથી ઘર ચાલવાનું નથી. આ પરિસ્થિતિ અર્થતંત્ર માટે પ્રાણઘાતક પુરવાર થઈ શકે તેમ છે. રાજ્યમાં ઉદ્યોગો, ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ ચાલશે તો સરકારને રેવન્યુ પ્રાપ્ત થશે, લોકોને રોજગારી મળશે, ઔદ્યોગિક એકમો પર નિયંત્રણો લાદવામાં આવશે તો સરકાર આર્થિક પરિસ્થિતિમાં ભીડાઈ જશે અને વહીવટી ક્ષમતા નહિવત થઈ જશે.

તેમણે એવું પણ વધુમાં જણાવ્યું છે કે, હાલ કર્ફ્યુનો સમય રાત્રીના 10 થી સવારના 6 સુધીનો કર્યો છે. તેમાં થોડો ફેરફાર કરીને રાત્રિના 12 થી સવારના 5 સુધીનો કરી શકાય કે જેથી દૂધવાળા હોય, શાકભાજી વેચનારા હોય, ખેતીવાડી તેમજ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ માટે અને ટ્રાન્સપોર્ટમાં લોડિંગ-અનલોડીંગ થતું હોય છે. તદુપરાંત ઔદ્યોગિક એકમોમાં બે શિફ્ટમાં કામ કરતા શ્રમજીવીઓને કોઈપણ પ્રકારની પોલીસની કે ચેકીંગ બાબતની અન્ય હેરાનગતિ કે કનડગત ના રહે. ઉદ્યોગો માટે કાચો માલ, તૈયાર માલ, એક્ષપોર્ટ માટેનો માલ માટે ચાલતી ટ્રાન્સપોર્ટની ગાડીઓ કે જેમાં મજૂરો,

Read About Weather here

ડ્રાઈવરો, ક્લીનરો, હેલ્પરો હોય છે તેમને રોકવામાં ના આવે તેમજ કોઈપણ પ્રકારની કનડગત વગર પરિવહન માટે તેમને જવા દેવી જોઈએ.કોઈપણ ફેક્ટરીના વર્કર, સ્ટાફ પોતાનું આઈ-કાર્ડ બતાવીને ફેક્ટરીમાં ઇમરજન્સી કામ માટે જતા હોય. એકસપોર્ટનું ડિસ્પેચ હોય ત્યારે ફેકટરીના સ્થળે જતા-આવતા પોલીસ કે અન્ય કનડગત ના રહે તે જોવાની જવાબદારી સરકારની છે. તેમજ વ્યક્તિની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ જેવી કે અનાજ-કરિયાણું, દૂધ-શાકભાજી વિગેરે બંધના રહે તેની તકેદારી રાખવાની ખાસ જરૂર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here