દિશા વાકાણી શોમાં કમબેક કરશે?

દિશા વાકાણી શોમાં કમબેક કરશે?
દિશા વાકાણી શોમાં કમબેક કરશે?
‘તારક મહેતા…’માં દિશા વાકાણી 2017થી જોવા મળતી નથી. દિશા વાકાણી સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરે છે. જેઠાલાલ તથા દયાભાભીની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવતી હતી. વીડિયોમાં જોવા મળે છે કે ઘરની અંદર જેઠાલાલ જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

તે કહે છે, ‘એ રૂક, ભાગતી કિધર હૈ?’ ત્યારબાદ બાપુજી (અમિત ભટ્ટ)નો સીન આવે છે અને તે પણ ક્યાંક જવાની તૈયારી કરતા હોય તેમ જોવા મળે છે. આ વીડિયો ચાહકોને ઘણો જ ફની લાગ્યો હતો. આ વીડિયો ક્લિપ ઘણી જ નાની છે.

જોકે, વીડિયો વાઇરલ થતાં જ ચાહકો ચર્ચા કરવા લાગ્યા કે જેઠાલાલ જ્યારે આ રીતે કોઈની પાછળ ભાગે છે તો તે દયાભાભી જ હોય છે.બંને વચ્ચેનો મીઠો ઝઘડો અને ગુસ્સો ચાહકોને ગમતો હતો. હાલમાં જ શોની બિહાઇન્ડ ધ સીન વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો જોઈને ચાહકોમાં ચર્ચા થવા લાગી કે સિરિયલમાં દયાભાભી પરત ફરશે?

વાઇરલ વીડિયોમાં દિલીપ જોષી તથા દિશા વાકાણી બંને કોરિયોગ્રાફરની સાથે ડાન્સ સ્ટેપનું રિહર્સલ કરતા જોવા મળ્યા હતા.દિશા વાકાણીએ 2017માં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. હાલમાં જ દિશાની બેબી બમ્પ દેખાતો હોય તેવી તસવીરો વાઇરલ થઈ હતી. આ તસવીરો જોઈને ચાહકો અટકળ કરવા લાગ્યા કે દિશા વાકાણી બીજીવાર પ્રેગ્નન્ટ છે. જોકે, દિશાએ આ અંગે હજી સુધી કંઈ જ કહ્યું નથી.

દિશા વાકાણી ‘તારક મહેતા..’માં 2008થી જોડાયેલી છે, જોકે સપ્ટેમ્બર, 2017થી તે શોમાં આવી નથી. એવી ચર્ચા છે કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે. જોકે સિરિયલના મેકર તથા દિશા વાકાણીએ આ અંગે કંઈ જ કહ્યું નથી. સિરિયલના મેકર્સે હજી સુધી નવાં દયાભાભી અંગે કોઈ જ વાત કરી નથી. લગ્ન પહેલાં તે પોતાના પિતા પર નિર્ભર હતી. પછી ભાઈ અને હવે પતિ પર. તે પોતાના નિર્ણયો ક્યારેય જાતે લેતી નથી.

Read About Weather here

શોમાં જ્યારે કમબેક કરવાની વાત આવી ત્યારે તેના પરિવાર તરફથી કેટલીક ડિમાન્ડ આવી હતી, જેમ કે નાઈટ શૂટ નહીં, શનિ-રવિ રજા, મહિનામાં 15 દિવસ જ શૂટિંગ, દીકરી માટે અલાયદો રૂમ અને ફીમાં વધારો. જોકે આ શરતો માનવી શક્ય નહોતી.સૂત્રોના મતે, દિશા શોમાં પરત આવશે કે નહીં એનો નિર્ણય તેના પતિ પર નિર્ભર છે. સૂત્રોના મતે, ‘દિશા પોતાના જીવનમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ઘણી જ નબળી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here