વોર્ડ નં.8 ની મુલાકાત લેતા મ્યુ.કમિશનર

વોર્ડ નં.8 ની મુલાકાત લેતા મ્યુ.કમિશનર
વોર્ડ નં.8 ની મુલાકાત લેતા મ્યુ.કમિશનર

ટેક્સ વસુલાત, કોવીડ વેક્સિનેશન, જાહેર સ્વચ્છતા, ડ્રેનેજ, વોંકળા સફાઈ વગેરેની માહિતી મેળવી

વોર્ડ નં.8માં વોટર કનેક્શન બીલ અને પ્રોપર્ટી બીલ લીંક-અપની થયેલી કામગીરીથી મ્યુનિ. કમિશનર પ્રભાવિત થયા: શહેરમાં જે-જે વિસ્તારમાં બાકી હોય ત્યાં લીંક-અપ કરવા સુચના

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તા સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિતરીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા વોર્ડ ઓફિસ અને વોર્ડના વિસ્તારોમાં રૂબરૂ જઈને વિવિધ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવે છે.

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં.8માં વિવિધ શાખાના અધિકારીઓને સાથે રાખી મુલાકાત કરી લોકો દ્વારા આવતી ફરિયાદનો નિકાલ કરવા અંગે કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ નાગરિક દ્વારા ગ્રીવન્સ રિડ્રેસલ એપ્લીકેશન (ઓનલાઈન) માં થયેલી ફરિયાદના નિવારણ બાદ ફરિયાદીના ઘરે રૂબરૂ જઈને ચકાસણી કરી હતી તેમજ વોર્ડ નં.8માં વોટર કનેક્શન બીલ અને પ્રોપર્ટી બીલ અંગે કરવામાં આવેલ લીંક-અપ કામગીરીથી પ્રભાવિત થયા હતા અને શહેરના જે જે વિસ્તારમાં બાકી હોય.

ત્યાં વોટર કનેક્શન બીલ અને પ્રોપર્ટી બીલ લીંક-અપ કરવા સુચના આપી હતી ત્યારબાદ ડ્રેનેજ સફાઈ બાદ સ્લજ તાત્કાલિક ઉપાડવા માટે પણ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંબંધિત અધિકારીને સુચના આપી હતી. વોર્ડ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરએ યોગી નિકેતન – 3માં નાગરિક દ્વારા ડ્રેનેજની ઓનલાઈન ફરિયાદ કરી હતી જે અન્વયે ફરિયાદીના ઘરે રૂબરૂ જઈને ફરિયાદ નિવારણ બાબતે ચકાસણી કરી હતી.

તેમજ વોર્ડ નં.8 વોટર કનેક્શન બીલ અને પ્રોપર્ટી બીલની લીંક-અપ કરવાની કામગીરી ખુબ સારી થયેલ છે જેનાથી મ્યુનિ. કમિશનર પ્રભાવિત થયા હતા અને શહેરના જે-જે વિસ્તારોમાં બાકી હોય તેવા વિસ્તારોમાં લીંક-અપ કરવાની સુચના પણ આપી હતી.

Read About Weather here

મ્યુનિ. કમિશનરએ વોર્ડ નં.8માં રૂબરૂ મુલાકાત કરી સંબંધિત તમામ અધિકારીઓ પાસેથી આ વોર્ડના કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સિનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here