હળવદ પંથકના ગૌપ્રેમીએ ગામમાં 30 કિલો પેંડા વહેંચ્યા

હળવદ પંથકના ગૌપ્રેમીએ ગામમાં 30 કિલો પેંડા વહેંચ્યા
હળવદ પંથકના ગૌપ્રેમીએ ગામમાં 30 કિલો પેંડા વહેંચ્યા


વાહ ગૌભકત… તંદુરસ્ત વાછરડીનો જન્મ થતાં પેંડા ભારોભાર જોખી!

વ્હાલસોય ગર્ભવતી ગાય બિમાર પડી જતાં હેમખેમ પ્રસુતિ માટે ગૌભકતે માનતા રાખી હતી

સામાન્ય રીતે આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ માટે બાળકને સાકર કે પેંડા કે ચાંદી ભારોભાર જોખવાની માનતાઓ લેવાતી હોય છે.

ત્યારે હળવદના ગૌપ્રેમીએ પોતાની ગર્ભવતી વ્હાલસોય ગાય બિમાર પડી જતાં હેમખેમ પ્રસુતિ થઈ જાય તો આવનાર વાછરડા-વાછરડીને પેંડા ભારોભાર જોખવાની માનતા રાખી હતી અને તંદુરસ્ત બદુળીનો જન્મ થતા આ ગૌભક્તે આજે 30 કિલિગ્રામ વજનના પેંડા ભારોભાર જોખવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

હળવદ તાલુકાના અમરાપર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ કરશનભાઇ ચાવડા ગૌભક્ત છે અને ઘણા સમયથી તેમને ગાય પાળેલી છે.

તાજેતરમાં તેમની વહાલસોયી પ્રસૂતા ગૌમાતા બીમાર પડી જતા પ્રકાશભાઈએ ગૌમાતાને હેમખેમ પ્રસુતિ થઈ જાય તે માટે ગામમાં જ આવેલ તેમના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે આવનાર વાછરડી કે વાછરડાને પેંડા ભારોભાર જોખવા ટેક લીધી હતી.

જોગાનુજોગ ધર્મેન્દ્રભાઈ ચાવડાની વહાલી ગાય માતાએ સુંદર મજાની વાછરડીને જન્મ આપ્યો છે અને હાલમાં ગાય માતા અને વાછરડી બન્ને સ્વસ્થ હોય તેઓએ કુળદેવી માતાના મંદિરે વાછરડીને ગામ લોકોની બહોળી હાજરી વચ્ચે પેંડાથી જોખતા 30 કિલોગ્રામ પેંડા ઉપયોગમાં લેવા પડયા હતા.

Read About Weather here

નોંધનિય છે કે, ધર્મેન્દ્રભાઈએ વાછરડી માટે સ્પેશિયલ પેંડા બનાવડાવ્યા હતા અને માનતા પૂર્ણ થયે તમામ પેંડા ગ્રામજનોને પ્રસાદરૂપે વિતરણ કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here