રાજકોટમાં ચારણ (ગઢવી) સમાજનો અનોખો સમુહ લગ્નોત્સવ

રાજકોટમાં ચારણ (ગઢવી) સમાજનો અનોખો સમુહ લગ્નોત્સવ
રાજકોટમાં ચારણ (ગઢવી) સમાજનો અનોખો સમુહ લગ્નોત્સવ

માતા-પિતાના ઘર-આંગણે જ તા.23મીએ 27 દીકરીઓનો પરિણય પ્રસંગ

રાજકોટમાં ચારણ (ગઢવી) સમાજનો અનોખો અને પ્રેરણારૂપ સમુહ લગ્નોત્સવ આગામી તા.23મી જાન્યુઆરી-2022 ને રવિવારના રોજ યોજાનાર છે. જેની વિશેષતા એ છે કે, 27 દીકરીઓ કોઈ એક સ્થળે નહીં પણ સૌ પોતાના ઘરના આંગણે જ પ્રભુતામાં પગલા માંડશે.

Visit Saurashtra Kranti Homepage here

પરમ પૂજય આઈશ્રી સોનલમાઁની અસીમ કૃપાથી પૂ.બાનુમાં (મઢડા), પૂ.કંકુકેશરમાઁ (ભાણોળ-રાજસ્થાન), પૂ.વાલબાઈમાઁ (ગરણી), પૂ.દેવલમાઁ (બલીયાવડ- જૂનાગઢ), પૂ.મોગલમાઁ (પાણીધ્રા) તથા દરેક વડીલોનાં આશિર્વાદથી ભાવનાત્મક એકતા, સામાજીક વિકાસ, સમય, શક્તિ, સંપતિ બચાવવાના હેતુસર શ્રીચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ- રાજકોટ દ્વારા આગામી પોષ વદ-5 ને તા.23/1/2022 રવિવારનાં શુભ દિવસે 27 મો સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ કોરોના સંક્રમણ ખૂબ વધી રહ્યું છે. ત્યારે એક જ સ્થળે 27 નવદંપતીઓનાં પરિવારજનો એકત્ર ન થાય એટલે પ્રેરણારૂપ નિર્ણય લઈને દરેક દીકરીઓનાં માતા-પિતા પોતાના ઘર આંગણે જ પોતાની વ્હાલી દીકરીનાં લગ્ન કરી શકે એવો અભિગમ અપનાવ્યો છે.

પ્રેરક સમુહ લગ્નોત્સવમાં રાજકોટ, આંબરડીપરા, રફાળેશ્ર્વર જાંબુડિયા, થાનગઢ, વડોદરા, છબનપુર, કુકડા, નવા જાંબુડિયા, જામનગર, લોઠીયા, ગઢવીનાં સમઢીયાળા, ખોડ (અજીતગઢ), ટંકારા, મોરબી, નવાગામ, નવી ભચાઉ, ઢસા જંકશન, નાની માંડવાળી, માદળિયા, નાના મોભીયાણા, ભાવનગર, આણંદ, ઇખાડી, કાંટાફળિયું ગ્વાસી, ખારી કોઠંબા, નાના માલપરા, કંટોલીયા, વજેપરા, લોમાકોટડી, હજામચોરા ગામનાં 27 નવદંપતીઓ લગ્નબંધને બંધાશે.

આ અગાઉ પણ શ્રીચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ- રાજકોટ યોજીત સમુહ લગ્નોત્સવમાં 930 યુગલો પ્રભુતામાં પગલા માંડી ચૂક્યા છે. સમુહ લગ્નોત્સવમાં તમામ 27 દીકરીઓને શ્રીચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ તરફથી કબાટ, સેટી પલંગ, ગાદલા સેટ, બેડશીટ, પાંચ જોડી કપડા ઉપરાંત દાતાઓ તરફથી સોનાનો નાકનો દાણો અને ચાંદીનાં સાંકળા સહિત ગૃહ વપરાશ

અને ઘરવખરીની 55 થી વધુ ચીજ-વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. આ સમુહ લગ્નોત્સવમાં લંડન, મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ સહિતનાં શહેરો-ગામોનાં 60 થી વધુ દાતાઓ પણ રૂ. 51 હજાર સુધીનું અનુદાન આપીને સમાજકાર્યમાં સહયોગી બન્યા છે.

Read About Weather here

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રીચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ-રાજકોટનાં ચેરમેન આલાભાઇ ભુવા, પ્રમુખ હરીશભાઈ લાંબા, મંત્રી-ખજાનચી હરીશભાઈ ઘાંઘણીયા, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ જાળફવા, ઉપરાંત ટ્રસ્ટીઓ રામભા સાંસી, દિલીપભાઈ બળદા, પ્રવિણભાઈ કૂનડા, જયદેવભાઈ ઘાંઘણીયા, હિતેશભાઈ ભારઈ, જીતુભાઈ જેહળ, રામભાઈ બારભાયા, ધીરુભાઈ ગઢવી વગેરે ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here