રાત્રીના 10 પછી બહાર નીકળ્યા તો ખેર નથી: આકરા પગલા લેવાશે

રાત્રીના 10 પછી બહાર નીકળ્યા તો ખેર નથી: આકરા પગલા લેવાશે
રાત્રીના 10 પછી બહાર નીકળ્યા તો ખેર નથી: આકરા પગલા લેવાશે

બજારમાં પોલીસ ડ્રોનથી વોચ રાખશે, ભીડ કરનારા સામે કડક કાર્યવાહી: જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા અપીલ, માસ્કનું ચેકિંગ સઘન કરાશે: રાત્રીના 10 વાગ્યાથી કર્ફ્યૂનો કડકાઇથી અમલ કરાવાશે
રાજકોટવાસીઓને સાવચેત કરતા પો.કમિશ્નર અગ્રવાલ

કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકારે નિયંત્રણો લાદ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પણ સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસ સજ્જ થઇ છે, શહેરની મુખ્ય બજારોમાં પોલીસ ડ્રોનથી વોચ કરશે અને ભીડ કરનારાઓ સામે કડકાઇથી કાર્યવાહી કરશે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજ રાતના 10 વાગ્યાથી કર્ફ્યૂનું પાલન કરાવવામાં આવશે. જો લોકો 10 વાગ્યા પછી પણ આટાફેરા કરતા પકડાશે તો તેની સામે આકરા પગલા લેવામાં આવશે તેથી 10 વાગ્યા પછી કોઇ બહાર ન નીકળે તેવી અપીલ પણ કરાઇ છે.હોટેલ રેસ્ટોરન્ટમાં 11 વાગ્યા સુધી ટેઇક અવેની છૂટ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

ધોરણ 1 થી 9 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળા બંધ થતાં કમિશ્નર અગ્રવાલે કહ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિમાં જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળીને પોતાને તથા પોતાના પરિવારને સંક્રમણથી બચાવી શકાશે. સરકારની ગાઇડલાઇનનું સખ્તાઇથી પાલન કરાવવા માટે પોલીસે તમામ તૈયારીઓ કરી છે, શહેરની મુખ્ય બજારોમાં ભીડ જોવા મળતી હોય છે અને ત્યાંથી કોરોના સંક્રમણ ફેલાવાની સૌથી વધુ દહેશત હોય છે. પોલીસ બજારોમાં ડ્રોનથી વોચ રાખશે અને વેપારીને ત્યાં ભીડ જોવા મળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Read About Weather here

ક્ધટેઇનમેન્ટ ઝોનમાં પોલીસ અને મનપાની ટીમ સંયુક્ત રીતે કામગીરી કરશે. કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને પણ પોલીસ શોધી કાઢશે, કમિશ્નર અગ્રવાલે કહ્યું હતું કે, જે વ્યક્તિએ હજુ સુધી વેક્સિન લીધું ન હોય તેમણે તાકીદે વેક્સીન લેવી આવશ્યક છે, તેમજ બહારથી આવતા લોકો પર પણ પોલીસની વોચ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી અને એસટી બસસ્ટેશન સહિતના વિસ્તારમાં ભારે ભીડ થતી હોય છે ત્યાં પોલીસની વોચ રહેશે.
શહેરના તમામ દુકાનધારકો અને વેપારીઓને પણ અપીલ કરાઇ છે કે નિયમોનું પાલન કરો અને ગ્રાહકો પાસે કરાવડાવો. જો નિયમ ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here