નારી શક્તિ પુરસ્કાર માટે અરજીઓ મંગાવાઇ

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ


તા.31 જાન્યુઆરી સુધીમાં www.awards.gov.in ની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મહિલાઓને દર વર્ષ 8મી માર્ચના રોજ નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. આ વર્ષ પણ નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

મહિલા ક્ષેત્રે કાર્યરત મહિલા ઉદ્યોગ સાહસિકો, મહિલા ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનાર વ્યક્તિ, સંસ્થા, સમુદાય તથા સામાજિક કાર્યકર, તેમજ વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધી મેળવેલ મહિલાઓ, નારી શક્તિ પુરસ્કાર મેળવવા માટે રસ ધરાવતી મહિલાઓએ તા.31/01 સુધીમાં www.awards.gov.in ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Read About Weather here

રાજકોટ જિલ્લામાંથી નારી શક્તિ પુરસ્કાર માટે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે ઓનલાઈન કરેલ અરજીની નકલ તેમજ જરૂરી દસ્તાવેજની નકલ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-3, બીજો માળ, બ્લોક નં-2, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટના સરનામે કામકાજના દિવસો દરમિયાન લાભાર્થીએ જાતે અથવા ટપાલ મારફત જરૂરી વિગતો સાથે જાણ કરવાની રહેશે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here