નરેશ પટેલનું રાજ(ન) કારણ!

નરેશ પટેલનું રાજ(ન) કારણ!
નરેશ પટેલનું રાજ(ન) કારણ!

રાજનીતિ પ્રવેશ અંગે સમાજની ‘હા’ પણ ખોડલધામનાં વડાની ‘હા’ નો ઈન્તેજાર

ગુજરાતનાં રાજકારણમાં પાટીદાર સમાજની પહેલેથી ચાલ્યું આવતું વર્ચસ્વ યથાવત રહે અને વધુ બળવતર બને એ માટે પાટીદાર સમાજનાં વગદાર નેતા અને ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલ રાજકારણનાં મેદાનમાં ક્યારે પ્રવેશ કરશે એનું સશપેન્સ વધુને વધુ ઘેરું બનતું જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

કેમકે જયારે-જયારે મીડિયા સાથે કોઈ પ્રસંગે સંવાદ કરવાનો આવે છે. ત્યારે મીડિયા એમને અચૂક પણે એક સવાલ જરૂર પૂછે છે કે આપ રાજકારણમાં ક્યારે આવો છો? આજે ખોડલધામનાં ધાર્મિક ઉત્સવો અંગે યોજાયેલા પ્રેસમીટ કાર્યક્રમમાં પણ જયારે મીડિયા એ ફરી

Read About Weather here

આ સવાલ પૂછ્યો ત્યારે નરેશ પટેલે રાબેતા મુજબ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને રાજનીતિમાં પોતાના પ્રવેશ અંગે ‘નરો વા કુંજરો વા’ જેવું વલણ યથાવત રાખીને મગનું નામ મરી પાડ્યું ન હતું. એમણે માત્ર એટલો જ જવાબ વાળ્યો હતો કે મારા સમાજમાં ઘણાની ઇચ્છા છે, ઘણાનો આગ્રહ પણ છે અલબત રાજકારણમાં આવવાનો નિર્ણય હમણાં નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here