રાજકોટવાસીઓ સાબદા રહેજો, કોરોના પ્રોટોકોલને અનુસરજો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ કલેકટર દ્વારા કોરોનાની નવી સરકારી ગાઈડલાઈન્સ જાહેર: ઘરની બહાર નીકળવા અવરજવર કરતા સમયે માસ્ક ફરજીયાત, જાહેરમાં થૂંકવાની મનાઈ: તા.8 થી 15 જાન્યુઆરી સુધી નવા જાહેરનામાનો અમલ

વકરતી જતી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કોરોનાનાં કેસો કાબુમાં લેવા રાજ્ય સરકારે નિશ્ર્ચિત કરેલી નવી ગાઈડલાઈન્સ મુજબ રાજકોટ શહેર અને જિલ્લા માટે કલેકટર અરૂણ મહેશ બાબુ એ નવું જાહેરનામું બહાર પાડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

એ મુજબ રાજકોટ વાસીઓને કોરોના પ્રોટોકોલનો ચુસ્તપણે અમલ કરવા, ઘરની બહાર નીકળે ત્યારે અવરજવર માટે ફરજીયાત માસ્ક પહેરી રાખવા, રાતનાં 10 વાગ્યે કફર્યુનાં અમલ પહેલા ઘરે પહોંચી જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. જાહેરમાં થૂંકવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. જાહેરનામાનો અમલ આજે તા.8 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી કરવાનો રહેશે.

જાહેરનામા અનુસાર રાજકોટમાં કર્ફ્યુંનો અમલ રાતનાં 10 થી સવારનાં 6 સુધીનો કરવામાં આવ્યો છે. લગ્ન સમારંભો અને સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમોમાં 400 વ્યક્તિની હાજરીની મર્યાદા રાખવી પડશે. સમારંભનું બંધ સ્થળ હોય તો એ જગ્યાની ક્ષમતાનાં 50 ટકા વ્યક્તિની હાજરી માટે છૂટ અપાઈ છે. ખુલ્લામાં થતા લગ્ન કાર્યક્રમો માટે 400 મહેમાનોની છૂટ અપાઈ છે.

અંતિમ ક્રિયા તથા દફનવિધિ માટે 100 વ્યક્તિની હાજરીની મંજૂરી અપાઈ છે. એ જ રીતે સિનેમા ગૃહો, જીમ, વોટરપાર્ક તથા સ્વીમીંગ પુલ, જાહેર લાઈબ્રેરી, ઓડીટોરીયમ અને હોલ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચા રાતનાં 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સિટી અને એસટી બસ સેવાઓ મહતમ 75 ટકા ઉતારૂં ક્ષમતા સાથે ચાલુ રહેશે. બસ સેવાઓને નાઈટ કર્ફ્યુંમાંથી મુક્તિ અપાઈ છે.

Read About Weather here

જાહેર સ્થળો, કામના સ્થળ અને અવરજવર સમયે દરેક વ્યક્તિએ માસ્ક પહેરી રાખવું પડશે યા ચહેરો ઢાકવાનો રહેશે. જાહેર સ્થળે તમામ વ્યક્તિએ એકમેકથી 6 ફૂટનું અંતર જાળવવાનું રહેશે. ગ્રાહકો અંતર જાળવે તેની ખાતરી દુકાનદારોએ કરવાની રહેશે. રાજ્ય કે કેન્દ્ર સરકારે જે સેવાઓ યા કચેરીઓને મુક્તિ આપી છે. તેમને આ નિયંત્રણો લાગુ પડશે નહીં. તેવું જાહેરનામામાં દર્શાવ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here