અમદાવાદમાં ઓમિક્રોનનું તોફાન

અમદાવાદમાં ઓમિક્રોનનું તોફાન
અમદાવાદમાં ઓમિક્રોનનું તોફાન
છેલ્લા બે દિવસ એટલે કે 6 અને 7 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેર-જિલ્લામાં કરવામાં આવેલા ટેસ્ટ અને નોંધાયેલા કેસની સરખામણીએ કરીએ તો 6 જાન્યુઆરીએ અમદાવાદ શહેર-જિલ્લામાં 17133 ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 1862નો રિપોર્ટ પોઝિટિવ હતો.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગઇકાલે અમદાવાદમાં 10 હજારથી વધુ ટેસ્ટની સામે 2311 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જે જોતા અમદાવાદનો પોઝિટિવિટી રેટ 22 % છે.

આ રેટ પરથી જાણી શકાય છેકે, અમદાવાદમાં દર 4 ટેસ્ટમાંથી એકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે છે. બે દિવસમાં જ અમદાવાદમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 10 ટકાથી 22 ટકાએ પહોંચી ગયો છે. જે ચિંતાજનક બાબત છે.

એટલે કે એક દિવસમાં કરવામાં આવેલા કુલ ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ 10.87 હતો. જ્યારે 7 જાન્યુઆરીએ પોઝિટિવિટી રેટમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. 7મીએ કુલ 10385 ટેસ્ટ કરાયા હતા જેમાંથી 2311 કોરોના પોઝિટિવ હતા અને ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ 22.25 ટકા હતો.

Read About Weather here

અમદાવાદ શહેર-જિલ્લામાં કોરોનાના અનેક શંકાસ્પદ દર્દીઓ હશે, જે તાવ શરદી-ખાંસીની મેડિકલમાંથી દવા લઇ લેતા હશે. તેવામાં જો શહેર-જિલ્લામાં ટેસ્ટિંગ વધારવામાં આવે તો આવા અનેક શંકાસ્પદ દર્દીઓને ટ્રેસ કરી શકાય છે અને કોરોના પોઝિટિવ દર્દી શોધીને ત્રીજી લહેરના વધતાં સંક્રમણને શહેર-જિલ્લામાં ઘટાડી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here