પાનના ગલ્લા બંધ કરવા સુધીનાં નિયંત્રણો આવી શકે છે…!

પાનના ગલ્લા બંધ કરવા સુધીનાં નિયંત્રણો આવી શકે છે...!
પાનના ગલ્લા બંધ કરવા સુધીનાં નિયંત્રણો આવી શકે છે...!
સરકારે ભલે 15 જાન્યુઆરી સુધીનાં નિયંત્રણો જાહેર કર્યાં છે, પરંતુ સ્થાનિક તંત્ર એ સિવાયનાં નિયંત્રણો લાગુ કરી શકે છે. સરકારે તો નિયંત્રણો જાહેર કરી દીધાં છે, પરંતુ એનું પાલન કરાવવાની જવાબદારી હવે સ્થાનિક તંત્રની છે, એમાં પ્રભારી સચિવ, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

જે-તે શહેરમાં કોરોનાના કેસ, ટ્રેસિંગ, ટેસ્ટિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના નિયમોનું પાલન કરાવવું પડશે. એટલું જ નહીં, જો સ્થિતિ વણસે તો મ્યુનિસિપલ કમિશનર, પ્રભારી સચિવ અને કલેક્ટરે નિયંત્રણો વધુ કડક કરી શકે છે, જેમાં વીકેન્ડ કર્ફ્યૂ, બજારો, ચાની કીટલી, પાનના ગલ્લા, મોલ, કોમ્પ્લેક્સ અને મલ્ટિપ્લેક્સ પણ બંધ કરાવી શકે છે.

7 જાન્યુઆરીએ મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતાં કહ્યું હતું કે જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે એ માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી હતી. એટલું જ નહિ, સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે.

અમદાવાદમાં કોરોનાના કેસો વકરતાં આજે રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શહેરી વિકાસ સચિવ મુકેશકુમાર, કલેકટર સંદીપ સાગલે, DDO અનિલ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, સોલા અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક ચાલી રહી છે.

અમદાવાદમાં હોસ્પિટલમાં બેડ, ICU બેડ, ટેસ્ટીગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ વગેરે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. શહેરીજનો બેફામ રીતે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ અને માસ્ક વગર ફરી રહ્યાં છે જે મામલે પણ કડક કાર્યવાહી અંગે ચર્ચા ચાલી રહી છે. રાજ્યમાં હવે 5000થી વધુ કોરોનાના કેસો આવવા લાગ્યા છે, કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતાં સરકારે નવી ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે.

Read About Weather here

નવાં નિયંત્રણો જાહેર કરવાને લઈ 7 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક બાદ કોરોનાને લગતા નવાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે.ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પણ કોરોનાનો પગપેસારો થઈ ચૂક્યો છે. હાઇકોર્ટ સ્ટાફના 40થી વધુ કર્મીઓ પોઝિટિવ આવ્યા છે, જ્યારે સરકારી વકીલોની કચેરીમાં પણ 3 વકીલ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ સિવિલના 9 ડોક્ટર સહિત 10 કોરોના પોઝિટિવ આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here