ડોગનો બર્થ-ડે પર 7 લાખનો ખર્ચ કર્યો

ડોગનો બર્થ-ડે પર 7 લાખનો ખર્ચ કર્યો
ડોગનો બર્થ-ડે પર 7 લાખનો ખર્ચ કર્યો
નિકોલના મધુવન પાર્ટી પ્લાટ ખાતે 7 જાન્યુઆરીએ કાજલ મહેરિયાએ પોતાના પ્યારા ડોગ એબ્બીનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. સિંગરે એબ્બીનો બર્થ ડે ઉજવવા માટે ખાસ આયોજન કર્યું હતું. જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી ચર્ચામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેનું ચર્ચમાં આવવાનું કારણે તેના પોમેરિયન બીડના કૂતરાના કારણે આવી છે. લોકગાયિકાએ અમદાવાદના નિકોલમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે પોતાના પપ્પી એવા એબ્બી નામના ડોગનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. રાસગરબાની રમઝટ સાથે લોકગાયિકાએ હમ આપકે હૈ કૌન ફિલ્મમાં જોવા મળેલા ટફી જેવા પોમેરિયન બ્રીડના એબ્બીના બર્થડે માટે અંદાજે રૂ. સાત લાખનો ખર્ચ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે.

 પાર્ટી પ્લોટના પ્રવેશદ્વાર પર મોટી સાઈઝની તસવીરો મૂકી હતી. તો એબ્બી સાથે કાજલ મહેરિયાની પણ તસવીર હતી. બર્થ-ડે પાર્ટીમાં કાજલ મહેરિયાએ પોતાના સૂર રેલાવ્યા હતા. પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકો પણ રાસની રમઝટ બોલાવીને ડોગના બર્થ ડે સેલિબ્રેશનમાં સહભાગી થયા હતા. અમદાવાદમાં કોરોનાને પગલે સ્થિતિ ખરાબ છે તેવા સમયે આ પાર્ટીમાં પણ લોકોના ટોળા જોવા મળ્યાં છે.

કાજલ મહેરિયા ખોટા સામે પોતાનો અવાજ ઉઠાવતાં હોય છે અને પોતાનો વ્યૂ આપતા હોય છે. છેલ્લે તેમણે ટીકટોક જેવી ચાઈનીઝ એપ અને ચાઈનીઝ વસ્તુનો વિરોધ કર્યો હતો. આ રીતે તેઓ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે એબ્બીના જન્મદિવસની ઉજવણીને પગલે તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાજલ મહેરિયાએ યોજાયેલા બર્થડે સેલિબ્રેશનમાં રૂ. 7 લાખ જેટલો મસમોટો ખર્ચ કરવામાં આવ્યો છે.કાજલ મહેરિયાનો જન્મ વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ મહેરિયા છે અને તેઓ ખેડૂત છે. કાજલ મહેરિયા ઉત્તર ગુજરાતમાં લોકગાયિકા તરીકે સારી એવી ખ્યાતિ ધરાવે છે. તે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. તે લોકગીતો, ભજન કે લગ્ન ગીતો ઉપરાંત હાલના નવા ગુજરાતી ગીતોને તેનો અવાજ આપીને સુમધુર બનાવી દે છે.

થરાદ તાલુકાના કેશરગામે નાગજીભાઈ સોનાજી નાયીના દીકરાનો લગ્ન પ્રસંગ હોવાથી જેમાં લોક ગાયિકા કાજલ મહેરિયાને આમંત્રિત કરવામાં આવી હતી. તા. 29 નવેમ્બર 2020ની રાત્રે લોક ગાયિકા કાજલ મહેરિયાએ ડીજેના તાલે ગીતો ગાયા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ સર્જાતાં જાહેરનામાનું ઉલ્લંઘન થયું હતું. આ અંગેનો વીડિયો ઉતારી વાયરલ કરાયો હતો.

આથી પોલીસે 16 ડિસેમ્બરના રોજ લગ્ન આયોજક વરરાજાના પિતા નાગજીભાઈ સોનાજી નાયી અને લોક ગાયિકા કાજલ મહેરીયા સામે ગુન્હો નોંધ્યો હતો. જેમાં લોકગાયિકા કાજલ મહેરિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો હોવાથી તપાસ કરતાં 100થી વધુ માણસો હોવાનું તેમજ માસ્ક પહેરલ ન હોવાનું બહાર આવતાં પોલીસે કાજલબેન નગીનભાઈ મહેરિયા,

Read About Weather here

રાજ ગીરીશભાઈ પટેલ, રાજેશકુમાર રાયમલભાઈ રબારી,મૌલિકકુમાર ધીરૂભાઇ રબારી સહિત 14 લોકો સામે જાહેરનામા ભંગની તેમજ એકેડેમીક એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.આ ગુનામાં લોક ગાયિકા કાજલ મહેરીયા જામીન સાથે થરાદ પોલીસ મથકે હાજર થઈ જામીન પર મુક્તિ મેળવી હતી.એક વર્ષ અગાઉ વિસનગર તાલુકાના વાલમમાં રબારીવાસમાં લગ્ન પ્રસંગમાં રાસ-ગરબાનું આયોજન કર્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here