રૂ.6.5 કરોડ મંજૂર કરાવતા ધારાસભ્ય સાગઠીયા

રૂ.6.5 કરોડ મંજૂર કરાવતા ધારાસભ્ય સાગઠીયા
રૂ.6.5 કરોડ મંજૂર કરાવતા ધારાસભ્ય સાગઠીયા

હડમતાળા તથા બાડપર ગામના પુલ બનાવવા

ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાની કામગીરીને બિરદાવતા ગ્રામજનો

કોટડાસાંગાણી તાલુકા હડમતાળા-અરડોઈ રોડ પર માઈનોર બ્રિજ બનાવવા માટે રૂ.1.50 કરોડ તથા ગોડલ નેશનલ હાઈ-વેથી હડમતાળા રોડ પર માઈનોર બ્રિજ બનાવવા માટે રૂ.1 એક કરોડ તથા રાજકોટ તાલુકાના સરધાર-હરીપર-બાડપર-હોડથલી-દડવા રોડ (બાડપર ગામ પાસે) માઈનોર બ્રિજ બનાવવા માટે રૂ.4 કરોડ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ મંજૂર કરાવ્યા છે.

બાડપર ગામના સરપંચ નિર્મણભાઈ જણાવ્યું છે કે છેલ્લા 25 વર્ષ જૂનો પ્રશ્ન હતો પુલનો તેમાં સંરપસ અને ગ્રામજનોએ અને તમામ આગેવાનોએ 5 વર્ષ થી યુદ્ધના ધોરણે ઝુંબેશ ઉપાડ્યો તો તે બાડપર કરમાળ નદીના પુલનો 4 કરોડ પાસ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ ખૂબ મહેનત કરી હતી. આ પુલ મંજુર થતા રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નશીત તથા સરધાર ગામના આગેવાન, રાજકોટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ચેતનભાઈએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read About Weather here

હડમતાળા ગામના પુલ માટે રૂપીયા 2.5 કરોડ મંજુર કરવામા આવ્યા છે જે તાલુકા પંચાયતના પ્રમુખ અરવિદભાઈ સિંધવ તથા તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઈ સંઘાણી તાલુકા પંચાયત સભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ગ્રામજનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here