હવે રાજકોટથી બેંગ્લોરની દૈનિક ફ્લાઈટ

હવે રાજકોટથી બેંગ્લોરની દૈનિક ફ્લાઈટ
હવે રાજકોટથી બેંગ્લોરની દૈનિક ફ્લાઈટ

સપ્તાહમાં 3 ફ્લાઈટ જતી હતી, હવે દરરોજ ફ્લાઈટનો કાર્યક્રમ જાહેર કરતી ઈન્ડીગો એરલાઈન્સ: દક્ષિણ ભારતનાં સૌથી વિકસિત ટેકસીટી તરફ ઉતારૂંઓનો જબરો ધસારો

કર્ણાટકનાં સૌથી વિકસિત અને ભારતની સીલીકોન વેલી ગણાતા ટેકસીટી બેંગ્લોર તરફ ઉતારુંઓનો ધસારો ધ્યાનમાં લઈને હવે રાજકોટથી બેંગ્લોર સુધીની દૈનિક ફ્લાઈટ શરૂ થઇ રહી છે. ઈન્ડીગો એરલાઈન્સ એ જાહેર કર્યું છે કે,

Visit Saurashtra Kranti Homepage here

આવતી તા.16 જાન્યુઆરીથી રાજકોટથી બેંગ્લોરને જોડતી દૈનિક ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી સપ્તાહમાં 3 દિવસ ફ્લાઈટ જતી હતી. પણ ઉતારુંઓનો ધસારો વધી જતા હવે રાજકોટથી દરરોજ બેંગ્લોરની ફ્લાઈટ શરૂ કરવાનો નક્કી કરાયું છે.

એરપોર્ટ સતાવાળાઓએ પણ લીલીઝંડી આપી દીધી છે અને દૈનિક ફ્લાઈટ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દ્રષ્ટિએ રાજકોટ અને બેંગ્લોર વચ્ચે એક અનોખો સંબંધ અને સેતુ છે. આથી રાજકોટથી બેંગ્લોર તરફ ઉતારુંઓનો જબરો ધસારો રહે છે. રાજકોટ એરપોર્ટ પરથી અત્યારે દૈનિક 9 ફ્લાઈટ મુંબઈ, દિલ્હી, ગોવા અને સુરત તરફ રવાના થાય છે.

Read About Weather here

મુંબઈની 4 ફ્લાઈટ, દિલ્હીની 3 તથા ગોવા અને સુરતની 1-1 ફ્લાઈટ છે. હવે હૈદરાબાદ સુધીની વિમાન સેવા શરૂ કરવાની પણ માંગણી થઇ રહી છે. ઉનાળા સુધીમાં કદાચ એ પણ શરૂ થઇ જશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here