વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના અનેક કાર્યક્રમો રદ

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના અનેક કાર્યક્રમો રદ
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના અનેક કાર્યક્રમો રદ

મોદીની સુરક્ષામાં ખામીના મુદ્ા પર વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી
સુપ્રીમ સુધી મામલો પહોંચ્યો, આજે પંજાબ સરકાર સામેની રીટ પર સુનાવણી: કેબિનેટ ટૂંક સમયમાં આકરા અને મોટા નિર્ણય લેશે: અનુરાગ ઠાકુર

પંજાબનાં ફિરોઝપુર વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો એક પુલ પર 20 મિનીટ સુધી અટવાઈ પડ્યાનાં આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને વડાપ્રધાનની સુરક્ષા ચૂક બદલ પંજાબ સરકારની વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ છે જેની આજે સુનવણી થનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનાની અસરને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં મણીપુર અને આસામનાં કાર્યક્રમો રદ જાહેર કરવામાં આવ્યા છે. ગઈકાલે મોદીની સુરક્ષામાં ખામીનાં મુદ્દા પર વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી અને ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી હતી. સંખ્યાબંધ મંત્રીઓએ ચિંતા દર્શાવી હતી અને દાખલારૂપ પગલા લેવા સરકારને અનુરોધ કર્યો હતો.

આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે દાખલારૂપ પગલા લેવા જોઈએ એવું મોટાભાગનાં મંત્રીઓએ બેઠકમાં જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ જણાવ્યું હતું કે, કેબીનેટ ટૂંક સમયમાં મોટા અને આકરા નિર્ણયો લેનાર છે. આ અંગે સુપ્રીમમાં પણ મામલો પહોંચ્યો છે. અનુરાગ ઠાકુરે કેબીનેટની બેઠક અંગે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ફિરોઝપુર ઘટના વિશે તમામ માહિતી મેળવવામાં આવી રહી છે.

માહિતી આપ્યા બાદ જે કઈ જરૂર લાગે એવા મોટા અને કડક પગલા લેવામાં આવશે. દેશનું ન્યાયતંત્ર દરેકને ન્યાય આપે છે.એવું મારૂ મક્કમ માનવાનું છે. ગઈકાલે કુલ 3 બેઠકો મળી હતી. જેમાં વડાપ્રધાનનાં સુરક્ષાનાં મામલે ચર્ચા થઇ હતી.કોંગ્રેસનાં વડા સોનિયા ગાંધીએ પણ આ મુદ્દો હાથમાં લીધો હતો.

Read About Weather here

તેમણે પંજાબનાં મુખ્યમંત્રી ચરણજીતસિંઘ ચન્ની સાથે વાત કરી હતી અને સુરક્ષા ચૂકનાં મામલે ઘેરી નારાજગી દર્શાવી હતી. દરમ્યાન જાન્યુઆરી 12 નાં રોજ યોજાનાર મદુરાઈ પોંગલનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. એ જ રીતે ગૃહમંત્રી અમિત શાહની મણીપુરની બે દિવસની યાત્રા પણ મુલત્વી રાખવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here