દેશમાં 7 મહિના બાદ કોરોનાના કેસ 1 લાખને પાર

દેશમાં 7 મહિના બાદ કોરોનાના કેસ 1 લાખને પાર
દેશમાં 7 મહિના બાદ કોરોનાના કેસ 1 લાખને પાર

માત્ર 8 દિવસમાં 10 હજારમાંથી 1 લાખ થઇ ગયા: કેસોમાં ઉછાળો આવ્યા છતાં મૃત્યુ આંક એકદમ કાબુમાં: સૌથી વધુ કોરોના કેસો મહારાષ્ટ્રમાં ગુરૂવારે 36 હજાર નવા કેસ

દેશમાં 7 મહિના બાદ પહેલીવખત કોરોનાનાં કેસ 1 લાખની સપાટી પાર કરી ગયા છે. છેલ્લા 8 દિવસમાં જ સંક્રમણમાં અસાધારણ અને બેફામ વધારો નોંધાયો છે. 8 દિવસ પહેલા કેસનો આંકડો 10 હજાર હતો. જે એક સપ્તાહમાં વધીને 1 લાખની સપાટી પાર કરી ગયો છે. ઓમિક્રોન વાયરસની અસરથી કોરોના એ પણ હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

પહેલા અને બીજા વેવ દરમ્યાન 10 હજારમાંથી 1 લાખની સપાટી પર પહોંચવામાં અનુક્રમે 214 અને 103 દિવસ લાગ્યા હતા. પરંતુ આ વખતે સંક્રમણ બેકાબુ રહ્યું છે. પાંચ ગણી વધુ ઝડપથી નવા કેસો નોંધાઈ રહ્યા છે. સારી બાબત એ છે કે મૃત્યુ આંક વધતો નથી પરંતુ બિલકુલ કાબુમાં રહ્યો છે. ગુરૂવારે 97 મોત થયાનું નોંધાયું હતું. સતત બીજા દિવસે પણ આ રીતે મૃત્યુ આંક 100 થી નીચે રહ્યો હતો.

દિલ્હી અને પશ્ર્ચિમ બંગાળમાં કોરોનાથી મૃત્યુનો આંક થોડો વધ્યો છે. બંગાળમાં ગુરૂવારે 19 નાં મોત થયા હતા. પંજાબમાં પાંચ, ઝારખંડમાં 4 અને મધ્યપ્રદેશમાં 2 મોત થયાનું નોંધાયું છે.

સંક્રમણ ખૂબ જ ઝડપી બન્યું હોવાથી કોરોનાનાં એક્ટીવ કેસો પણ વધીને સાડા ત્રણલાખ થઇ ગયા છે. નવા કેસો સૌથી વધુ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. ગુરૂવારે એક જ દિવસમાં રાજ્યમાં 36265 નવા કેસો નોંધાયા હતા. મુંબઈમાં એક દિવસમાં 19780 નવા કેસો નોંધાયા હતા.

Read About Weather here

જે મહામારીનાં પ્રારંભથી અત્યાર સુધીનો વિક્રમી આંકડો છે. પશ્ર્ચિમ બંગાળમાં એક દિવસમાં 15421 કેસ, દિલ્હીમાં 15097 કેસ, તમિલનાડુ 6983 અને કર્ણાટકમાં નવા 5031 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસ વધીને 4213 થઇ ગયા છે. રાજસ્થાન, હરિયાણા અને બિહારમાં પણ નવા કેસો ઝડપથી વધી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here