બનાવટી કંપનીઓથી ત્રાહિમામ અમુલ

બનાવટી કંપનીઓથી ત્રાહિમામ અમુલ
બનાવટી કંપનીઓથી ત્રાહિમામ અમુલ

મુંબઈ, દિલ્હી જેવા મહાનગરોમાં અમુલની દૂધ અને ડેરી બ્રાન્ડ પાઉચ પરના નામ બદલી ઠગ કંપનીઓ દ્વારા બેફામ વેચાણ
મહાનગરોમાં ઠગબાજો સામે કાનુની જંગ લડી રહી છે અમુલ કંપની

માત્ર ગુજરાત અને દેશની નહીં પણ વિશ્ર્વભરમાં વિખ્યાત મિલ્ક પ્રોડક્ટ જાયન્ટ કંપની અમુલ માટે બનાવટખોર ઠગ કંપનીઓ માથાનો દુ:ખાવો બની રહી છે.
પરિણામે અમુલની બ્રાન્ડને ભળતા નામે વેચીને રોકડા કરી રહેલી બનાવટી પેઢીઓ સામે અમુલ કંપની દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં કાનુની જંગ ખેલી રહી છે.
અમુલની દૂધની પ્રોડક્ટ અને ડેરી પ્રોડક્ટનાં પાઉચ અને બોક્સ પરનાં સ્પેલિંગમાં એકાદ બે શબ્દ નવો ઉમેરી અથવા એકાદ બે શબ્દ બદલીને અમુલ કંપની સાથે મોટાપાયે છેતરપીંડી કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અમુલ કંપનીએ બનાવટ કરનારી પેઢીઓ સામે મુંબઈ અને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ બંને હાઈકોર્ટ દ્વારા અમુલનાં ટ્રેડમાર્ક અને કોપીરાઈટનાં રક્ષણ માટે વચગાળાનો આદેશ બહાર પાડ્યો છે.

આ મહાનગરો ઉપરાંત દિલ્હીનાં આસપાસનાં પ્રદેશો અને ઉતર પ્રદેશની બજારોમાં અમુલ દૂધનાં પાઉચ અને ડેરી પ્રોડક્ટનાં બોક્સ પર નામ બદલીને બનાવટી કંપનીઓ વેચાણ કરતી હોવાનું બહાર આવ્યા બાદ અમુલ કંપનીએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. અસર અમુલનાં પ્રતિક અને અક્ષરો જેવા જ નામની નકલ કરીને અમુલની ખાસ પ્રતિકૃતિ અમુલ ગર્લનું દ્રશ્ય પણ બનાવટી કંપનીનાં પાઉચ પર તૈયાર કરી દેવામાં આવે છે.

Read About Weather here

અમુલ તાઝા અને અમુલ ગોલ્ડનાં નામે આવી રીતે ભળતી કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચીને મોટાપાયે છેતરપીંડી કરી રહી છે. અમુલ તાઝાનાં નામમાં એસ ઉમેરી દેવામાં આવે છે. અમુલ તાઝા નામ ચીતરીને અમુલ સાથે છેતરપીંડી કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here