દેશમાં કોરોનાનાં કેસોમાં વિક્રમી ઉછાળો, 534 નાં મોત

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ ...
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ ...

24 કલાકમાં નવા 58 હજારથી વધુ કેસ નોંધાયા: સૌથી વધુ મુંબઈમાં 10 હજાર અને દિલ્હીમાં 5 હજારથી વધુ કેસ

દેશમાં જપાટાભેર આગળ વધી રહેલી કોરોના મહામારી વધુને વધુ ગંભીર રીતે ઉછાળો મારી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમ્યાન નવા કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે અને 1 દિવસમાં જ 58097 જેટલા નવા કોરોના કેસ નોંધાયા છે. 24 કલાક દરમ્યાન કોરોનાથી 534 દર્દીઓનાં મોત થયાનું પણ નોંધાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્યારે દેશમાં કોરોનાનાં એક્ટીવ કેસની સંખ્યા સવા બે લાખ થઇ ગઈ છે. છેલ્લા બે દિવસ દરમ્યાન 15389 દર્દીઓ સાજા થઇ ગયા છે.

દેશમાં સૌથી વધુ કેસ આજે મુંબઈમાં 10860, દિલ્હીમાં 5481, બેંગ્લુરૂમાં 2053, કોલકતામાં 4759 અને ચેન્નાઈમાં 1489 જેટલા કોરોનાનાં નવા કેસ નોંધાયા હતા. વધતા જતા કેસોને કારણે દિલ્હી અને યુ.પી. સહિતનાં સંખ્યાબંધ રાજ્યોમાં નાઈટકર્ફ્યું લાદવામાં આવ્યો છે. દિલ્હીમાં શનિ-રવિ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. એ બે દિવસ અનાજ અને શાકભાજી તથા દૂધ સિવાયની તમામ બજારોને દુકાનો બંધ રહેશે.

Read About Weather here

મુંબઈમાં પણ તમામ આંતર રાષ્ટ્રીય મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. કર્ણાટકમાં પણ વિકેન્ડ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે.
દરમ્યાન આજે મેઘાલયમાં ઓમિક્રોનનાં પાંચ નવા કેસ નોંધાયા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here