કુંવરજી બાવળીયા ‘એમની રીતે’, ‘હું મારી રીતે’: દેવજી ફતેપરા

કુંવરજી બાવળીયા ‘એમની રીતે’, ‘હું મારી રીતે’: દેવજી ફતેપરા
કુંવરજી બાવળીયા ‘એમની રીતે’, ‘હું મારી રીતે’: દેવજી ફતેપરા

કુંવરજીભાઇ સમાજમાં ફાંટા પડાવે છે: પૂર્વ સાંસદનો આક્ષેપ
પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ સાથે મળનારી બેઠક પહેલા કોળી સમાજમાં ભંગાણ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યની વગદાર જ્ઞાતિઓને આકર્ષવાની ચૂંટણી લક્ષી રાજકીય વ્યૂહરચનાનાં ભાગરૂપે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે ગાંધીનગરમાં બોલાવેલી કોળી સમાજ સાથેની અગત્યની બેઠકનાં

Visit Saurashtra Kranti Homepage here

ગણતરીનાં કલાકો પહેલા સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં સ્પષ્ટ ભાગલા પડી ગયા છે. જેના પરિણામે ગુજરાતમાં જ્ઞાતિલક્ષી રાજકારણમાં એકાએક જોરદાર ગરમાવો આવી ગયો છે અને પરિસ્થિતિએ વળાંક લઇ લીધો છે.

સૌરાષ્ટ્રનાં કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા બે મોટા ગજાના નેતાઓ વચ્ચેનાં ગંભીર મતભેદો આજે સપાટી પર આવી ગયા છે. સુરેન્દ્રનગરનાં પૂર્વ સાંસદ અને કોળી સમાજનાં શક્તિશાળી આગેવાન દેવજી ફતેપરાએ પૂર્વમંત્રી અને કોળી સમાજનાં બીજા

દિગ્ગજ આગેવાન કુંવરજી બાવળીયા સામે ખુલ્લે આમ મોરચો માંડી દેતા કોળી સમાજમાં ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં ભાજપમાં પણ જોરદાર ચર્ચા અને મનોમંથન શરૂ થઇ ગયા છે.

ભાજપની ટેકેદાર ગણાતી અને વગદાર વોટ બેંક સમાન કોળી સમાજમાં ભંગાણ પડવાથી ભાજપનાં પ્રદેશ મોવડીઓ પણ ચિંતામાં મુકાઇ ગયા છે. દેવજી ફતેપરાએ આજે ખાસ પત્રકાર પરિષદ બોલાવીને સવારે બાવળીયા પર ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.

ફતેપરાએ એક તબક્કે સાફ-સાફ કહી દીધું હતું કે, બાવળીયા સમાજમાં બે ફાંટા પાડી રહ્યા છે. હવે કુંવરજી બાવળીયા એમની રીતે કામ કરશે અને હું મારી રીતે કામ કરીશ.

કુંવરજીભાઈને હવે સાથે રાખવાનો કોઈ પ્રશ્ર્ન જ ઉભો થતો નથી. એવું કહીંને પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ બાવળીયાની નેતાગીરી સામે રીતસર બળવાનો ઝંડો ઉચકી લીધો છે. ફતેપરાએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો

કે, કુંવરજી બાવળીયા સમાજનાં ભાગલા ઉભા ફાડિયા કરાવી રહ્યા છે. એમને સમાજની બેઠકમાં આવવાનો સમય નથી અને સી.આર.પાટીલને મળવા જવું છે. પૂર્વ સાંસદે સ્પષ્ટ જાહેર કર્યું હતું

કે, હું પણ જિલ્લા કક્ષાએ સમાજનાં તમામ લોકોને મળવા બોલાવીશ. હું સમાજનું અલગ સંમેલન બોલાવીશ. મારે અત્યારે ગાંધીનગરની બેઠકમાં જવું નથી પણ આગામી સમયમાં હું પણ ચોક્કસ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળવા જઈશ.

સુરેન્દ્રનગરનાં પૂર્વ સાંસદે એવી પણ ચોખવટ કરી હતી કે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહીશ. પરંતુ બાવળીયાને સાથે રાખવાનો પ્રશ્ર્ન જ રહેતો નથી. કેમકે મોટા અને દિગ્ગજ કોળી આગેવાનોની અવગણના થઇ રહી છે. સમાજને થતો અન્યાય હું જરાય સાખી નહીં લઉં.

કુંવરજીભાઈ હવે એમની રીતે કામ કરશે અને હું મારી રીતે કામ કરીશ. દરમ્યાન કોળી સમાજનાં આગેવાન અને પૂર્વ સાંસદ ફતેપરાનાં આક્ષેપો અને આક્રોશ અંગે કશું પણ કહેવાનો બાવળીયાએ ઇન્કાર કર્યો હતો.

બાવળીયા સી.આર.પાટીલે યોજેલી બેઠકમાં હાજરી આપવા ગાંધીનગર પહોંચી ગયા છે. એમણે ફતેપરાનાં ઉકળાટ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પક્ષનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગાંધીનગરમાં આજે બોલાવેલી બેઠક સમયે જ આ રીતે કોળી સમાજમાં ભડકો થયો હોવાથી

અને ટોચનાં બે નેતાઓ વચ્ચે રાજકીય યુધ્ધ જામી પડ્યું હોવાથી ભાજપમાં ચિંતાનું મોજું ફરી વળેલું દેખાય છે. આગામી દિવસોમાં કોળી સમાજને લાગે વળગે છે ત્યાં સુધી મોટી નવા-જૂની થવાના સંકેતો મળી રહ્યા છે.

દેવજી ફતેપરાની નારાજગી ભાજપને આગામી ચૂંટણીઓમાં નુકશાન કરી શકે છે. એવું રાજકીય નિષ્ણાંતોનું માનવું છે. ફતેપરાને મનાવી લેવાના અને ડેમેજ કંટ્રોલ કરવાના ભરચક પ્રયાસો શરૂ થઇ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

વિધાનસભાની ચૂંટણીઓ સમયે જ ભાજપ માટે એક મોટો રાજકીય પડકાર ઉભો થયો છે. કુંવરજી બાવળીયા પણ ખૂબ જ ઠરેલું મગજ ધરાવતા ખેલંદા રાજકારણી માનવામાં આવે છે.

Read About Weather here

તેઓ કોળી સમાજને એક રાખવાના પ્રયાસો કરે છે કે કેમ અને કઈ રીતે કરે છે એ જોવાનું પણ રસપ્રદ બનશે. અત્યારે તો આગ લાગી છે. ત્યારે તેને ઠરવાના પ્રયાસો કરવા માટે ભાજપ નેતાગીરીમાં ગંભીરતાથી વિચારણા શરૂ થઇ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here