156 રૂમની વિશાળકાય તરતી હોટેલ…!

156 રૂમની વિશાળકાય તરતી હોટેલ...!
156 રૂમની વિશાળકાય તરતી હોટેલ...!
આ ખાસ હોટલને કેમ્પિન્સકી ફ્લોટિંગ પેલેસ નામ આપવામાં આવ્યું છે. મુખ્ય હોટલની અંદર કુલ ૧૫૬ રૂમ હશે અને હેલીપેડ, રેસ્ટોરન્ટ, બાર, સ્વિમિંગ પૂલ અને હેલિકોપ્ટર લેન્ડિંગ માટે સ્પા પણ હશે.

Visit Saurashtra Kranti Homepage here

દુબઈ તેની બહુમાળી ઈમારતો અને વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા સહિત માનવસર્જિત ટાપુઓ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે અને હવે અહીં તરતી હોટેલ બનાવવામાં આવી રહી છે. દરિયામાં તરતી આ હોટેલની ખાસ વાત એ છે કે અહીં હાજર લકઝરી વિલાને જરૂર પડ્યે બોટમાં પણ બદલી શકાય છે. અહીં આવા ૧૨ સ્યુટ હશે.

 અહીં આવનારા મહેમાનોને સ્પીડ બોટ દ્વારા હોટેલમાં લઈ જવામાં આવશે અને જો કોઈ હેલિકોપ્ટર દ્વારા આવવા માંગતું હોય તો તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત હોટલમાં યાટ પાર્કિંગની પણ સુવિધા આપવામાં આવશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ હોટલની તસવીરમાં તમે જોઈ શકો છો કે અહીં કાચની વિશાળ છત છે, તેની સાથે એક ખાનગી પૂલ અને બે મોટા રૂફટોપ પૂલ પણ છે. અહીંના ૧૨ ઓવરવોટર સ્યુટ્સમાં ૧ થી ૪ બેડરૂમ હશે અને આ સ્વીટ્સમાં પોતાનું ટેરેસ અને ઈન્ફિનિટી પૂલ હશે.

આ લકઝરી સ્યુટ્સ પાણીમાં ફરવા માટે સક્ષમ હશે કારણ કે તેમાં વિશાળ મોટરો ફીટ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે તેમને હોટેલની મુખ્ય ઈમારતથી અલગ કરી શકાય છે અને બોટમાં ફેરવી શકાય છે. આને ‘લકઝરી હાઉસબોટ્સ’ કહેવામાં આવે છે.

તેઓ બોટની જેમ ખૂબ જ ઝડપે પાણીમાં ચાલી શકે છે. હાલમાં આ હોટલ દુબઈના સીગેટ શિપયાર્ડમાં બનાવવામાં આવી રહી છે અને તે આવતા વર્ષે એટલે કે ૨૦૨૩ સુધીમાં ખુલવાની અપેક્ષા છે. સીગેટ શિપયાર્ડના સીઈઓ અને સ્થાપક મોહમ્મદ અલ બહારવીએ જણાવ્યું હતું કે, ‘અમને વિશ્વાસ છે

Read About Weather here

કે અમારી તરતી હોટેલ ટૂંક સમયમાં દુબઈના ટોચના પ્રવાસી આકર્ષણોમાંની એક બની જશે’.ખાસ વાત એ છે કે જો કોઈ આ લકઝરી સ્યુટ્સમાં રહેવા માંગે છે તો તેમની મદદ માટે સ્યુટ્સમાં અલગથી સ્ટાફ હશે. જો કે આ લકઝરી સ્યુટ્સનું ભાડું કેટલું હશે તે અંગે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here