ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડની તપાસનો આદેશ

ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડની તપાસનો આદેશ
ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડની તપાસનો આદેશ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનાં આક્ષેપો બાદ તુરંત જ રાજ્ય સરકાર હરકતમાં: ગંભીર આક્ષેપો અને તપાસ છતાં ઉર્જામંત્રી કહે છે, મને કશી ખબર નથી: રાજ્યનાં ઉર્જા વિભાગમાં અગ્ર સચિવ મમતા વર્મા તપાસ કરશે
ખાસ તપાસ કમિટી રચવા રાજ્ય સરકારનો આદેશ: સમગ્ર ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો યુવા નેતાનો આક્ષેપ: પેપર પણ બીજા કોઈ લખતા હતા, રૂ.21-21 લાખ પેપર દીઠ લેવાયા હોવાનો ગંભીર આક્ષેપ: અનેક શખ્સોની ટોળકી સંડોવાયાનો યુવા નેતાઓનો ધડાકો

ઉર્જા વિભાગનાં ભરતી કૌભાડ અંગે રાજ્ય સરકારે તાકીદે તપાસનો આદેશ છોડ્યો છે. ઉર્જા વિભાગમાં મોટાપાયે ભરતીમાં ભ્રષ્ટાચાર થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આક્ષેપ કરી કૌભાંડની સિલસિલા બંધ વિગતો અને સંડોવાયેલા શખ્સોનાં નામ જાહેર કરતા રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્ય સરકારે ઉર્જા વિભાગનાં અગ્ર સચિવ મમતા વર્માને તપાસ સોંપી છે. ખાસ તપાસ કમિટી રચવાનો પણ રાજ્ય સરકારે આદેશ આપ્યો છે.ઉર્જા વિભાગમાં ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિઓનાં આક્ષેપો થયા છતાં રાજ્યનાં ઉર્જામંત્રી કનુ દેસાઈએ પત્રકારો સમક્ષ એવું જણાવ્યું હતું

કે, મને કશી ખબર નથી. અમારા પ્રવક્તા આપના સવાલોનો જવાબ આપશે. એવું કહીંને ઉર્જા મંત્રી પત્રકારોને જવાબ આપવાને બદલે ચાલ્યા ગયા હતા.વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આજે પત્રકારો સમક્ષ ઉર્જા વિભાગની ભરતી પ્રક્રિયા અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા.

યુવરાજસિંઘે એવો આક્ષેપ કર્યો હતો કે, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલમાં ભરતી પ્રક્રિયામાં જબરો ધસારો થયો છે અને મોટાપાયે કૌભાંડ થયો છે. ભરતી પ્રક્રિયામાં રૂ.21-21 લાખની કિંમતે એક-એક પેપર વેચાયું છે.

વડોદરાની કચેરી પણ સંડોવાઈ હોવાનો યુવરાજસિંહ ગંભીર આક્ષેપ કર્યો હતો. ભણતા લોકો જ પેપર ભરતા હતા અને મોટાપાયે અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા વગેરે વિસ્તારોમાં કૌભાંડ થયું છે. તેવો ધડાકો યુવા નેતાએ કર્યો હતો.

તેમણે એવી પણ ટકોર કરી હતી કે, વિદ્યાર્થીઓનાં હિત ખાતર અમે ગેરરીતિઓ ખુલ્લી કરી રહ્યા છીએ.યુવરાજનાં સનસનાટી ભર્યા ધડાકાને પગલે ગણતરીનાં કલાકોમાં રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ હતી

અને તપાસનો આદેશ આપ્યો હતો. ખાસ તપાસ કમિટીની તપાસ થશે અને ઉર્જા વિભાગનાં અગ્ર સચિવ મમતા વર્મા તપાસ કરશે. તેવું રાજ્ય સરકારનાં ઉચ્ચકક્ષાનાં સુત્રોએ જાહેર કર્યું હતું. આ રીતે એક વધુ મોટું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે અને રાજ્ય સરકાર પણ ઉપરતળે થઇ ગઈ છે. અરવલ્લી પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે.

Read About Weather here

દરમ્યાન યુવરાજનાં આક્ષેપો અને રાજ્ય સરકારનાં તપાસનાં આદેશો છતાં ઉર્જામંત્રીનાં પત્રકારોને જવાબથી જબરું આશ્ચર્ય સર્જાયું હતું અને મોટો વિવાદ થવાની શક્યતા પણ ઉભી થઇ છે. ઉર્જામંત્રી કનુ દેસાઈએ પત્રકારો સમક્ષ માત્ર એટલું કહ્યું હતું કે મને કશી ખબર નથી. અમારા પ્રવક્તા જવાબ આપશે.2021 ની સાલમાં ઉર્જા વિભાગની ભરતી અને પરીક્ષામાં કૌભાંડ થયાનો અને ભરતી કરતી એજન્સીની સંડોવણી હોવાનો ધડાકો થયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here