કોરોના સારવાર માટે દવાની ગોળી બજારમાં, ખર્ચ 1399

કોરોના સારવાર માટે દવાની ગોળી બજારમાં, ખર્ચ 1399
કોરોના સારવાર માટે દવાની ગોળી બજારમાં, ખર્ચ 1399

5 દિવસનો કોર્ષ, ડઝન જેટલી કંપનીઓ દ્વારા મોલનુપીરાવીર ગોળીનું ઉત્પાદન
કોરોનાની સારવારમાં દવા ખૂબ જ અસરકારક બની પરિવર્તન લાવશે: ઉત્પાદકોને આશા

મુંબઈમાં કોરોના મહારોગની સારવાર કરતી દવાનો ગોળીઓ આખરે બજારમાં આવી ગઈ છે. હળવાથી મધ્યમ લક્ષણ હોય એવા કિસ્સામાં આ ગોળી ખૂબ જ અસરકારક રહેવાની આશા ઉત્પાદકોએ વ્યક્ત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

મોલનુપીરાવીર નામની એન્ટી વાયરલ દવાની ગોળીના પાંચ દિવસનાં કોર્ષનો ખર્ચો રૂ.1399 જેટલો થાય છે.કોરોના મહામારીનો મુકાબલો કરતી આ વિશ્ર્વની સૌથી સસ્તી દવાની શોધ થઇ છે. જે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખુશખબર સમાન છે.

દેશની જાણીતી દવા કંપનીઓ સનફાર્મા, હેટ્રો, નાટકો, ડો.રેડડી વગેરે દવાનું ઉત્પાદન મોટાપાયે કરી રહ્યા છે. આ ગોળીની શોધ મર્ક એન્ડ રીજ્બેક દવા કંપનીએ કરી છે.
અત્યાર સુધીમાં કોરોનાની સારવાર ઇન્જેક્શનથી જ થતી હતી.

પહેલીવખત મોઢેથી લેવાની દવાની શોધ થઇ છે. આવી જ બીજી દવા મોલુલાઈફ મેનકાઈન્ડફાર્મા તથા બીડીઆર કંપનીએ સંયુક્ત રીતે દિલ્હીની બજારોમાં મૂકી છે. સનફાર્માએ પુરા કોર્ષની કિંમત રૂ. 1500 રાખી છે.

Read About Weather here

આ દવા પાંચ દિવસ સુધી દિવસમાં બે વાર લેવાની હોય છે. 800 મિલી.ગ્રામ ની ગોળી દિવસમાં બે વખત લેવાની હોય છે. દેશના ડ્રગ્સ કંટ્રોલર વિભાગ દ્વારા વયસ્ક દર્દીઓ માટે ગોળીનો સારવાર તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી દેવાઈ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here