ગુજરાત કોંગ્રેસનાં સંગઠનને મજબુત કરવા તડામાર તૈયારીઓ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા પ્રદેશ પ્રમુખ દ્વારા અપાયા મહત્વનાં સંકેતો
તમામ જિલ્લાઓનાં સંગઠનમાં ફેરફારોની શક્યતા, પણ સારી કામગીરીનાં આધારે ફેરફારો કરવાનો વ્યૂહ

વિધાનસભાની ચૂંટણીઓ હવે વધુને વધુ નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસનાં સંગઠનને પાયાથી વધુ મજબુત, સંકલિત અને સુદ્રઢ બનાવવા માટે પક્ષનાં પ્રદેશ મોવડીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ સહિત તમામ જિલ્લાઓનાં સંગઠનને વધુ સશક્ત બનાવવા જરૂરિયાત હોય એ પ્રકારનાં ફેરફારો કરવાનું નક્કી કરાયું છે. ચૂંટણીઓમાં કોંગ્રેસની છબી પ્રજા સમક્ષ વધુ ઉજળી બને અને સશક્ત યુનિટ તરીકે બહાર આવી સંપૂર્ણ એકતા સાથે ચૂંટણીઓમાં હરીફ પક્ષનો મુકાબલો કરે એવી જોરદાર રણનીતિ કોંગ્રેસનાં આગેવાનો તૈયાર કરી રહ્યા છે.

તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજકોટની મુલાકાત લીધી હતી. શહેર અને જિલ્લાનાં નેતાઓ સાથે મહત્વની ગુફતેગો થઇ હતી. જેમાં પ્રદેશ પ્રમુખે આપેલા સંકેતોને પગલે પક્ષનાં નવો પ્રાણ સંચાર થયો હતો. કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષનાં નેતા બંને આગેવાનો રાજકીય રીતે ખૂબ જ ચાણક્ય, દ્રષ્ટિ અને સંગઠન વ્યૂહમાં કાબેલીયત ધરાવનારા નેતાઓ ગણાય છે.

જેનો સંકેત બંને નેતાઓએ એમના હોદ્દા સંભાળી લીધા પછી આપી દીધો છે. બંનેનાં આગમન બાદ કોંગ્રેસ એકદમ સક્રિય બની ગઈ હોય તેમ લાગે છે અને એક પછી એક પાયાનાં લોકપ્રશ્નોને લઈને જોરદાર લડત ચલાવવાનો અભિગમ દર્શાવ્યો છે.

આ મોમેન્ટમ જળવાઈ રહે તો વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ સશક્ત ફાઈટીંગ યુનિટ તરીકે સજ્જ થઇ શકે છે. એવી કોંગ્રેસનાં પ્રદેશ નેતાઓની વ્યૂહરચના છે.કોંગ્રેસને નવા રૂપરંગ આપી પરિવર્તનનું વિચારવામાં આવી રહ્યું છે.

એ સાચું પણ કોંગ્રેસનાં સુત્રોનું માનીએ તો કોઈપણ સંગઠનને એક ઝાટકે વેતરી નાખવાની અને ટોચથી તળીએ સુધી માથા બદલી નાખવાની નીતિરીતી અપનાવવામાં નહીં આવે. બલ્કે કામગીરી એટલે કે પરફોર્મન્સ આધારિત માપદંડ અમલમાં મુકવામાં આવશે. જે સંગઠનમાં જે-તે હોદ્દેદારોની કામગીરી સારી રહી હશે.

એમને વધુ તક આપવામાં આવશે એ નક્કી મનાઈ છે. જ્યાં કામગીરી નબળી દેખાઈ અને સંગઠનમાં ચેતના ન હોય ત્યાં જરૂર મુજબ ફેરફારો કરવામાં આવશે અને એ સંગઠનનું સુકાન સક્ષમ હાથોમાં સોંપવામાં આવશે.

એ માટેની ચર્ચા-વિચારણા અને કવાયતનો રાજકોટથી પ્રારંભ થઇ ચુક્યો છે. પ્રદેશ કોંગ્રેસનાં મોવડીઓ દ્વારા આંતરિક રીતે દરેક જિલ્લાની કામગીરી અને જે-તે જિલ્લા સંગઠન કેટલું સક્રિય છે અને તેના હોદ્દેદારો કેટલા સક્ષમ છે.

એ વિશેની તમામ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ રીતે પક્ષનાં દરેક જિલ્લા સંગઠનની કામગીરીની તુલાન્ત્મક સમીક્ષા કરવામાં આવી રહી છે.પરફોર્મન્સએ મુખ્ય માપદંડ રહેશે અને તેના આધારે જ પરિવર્તન કરવાનો કે જે-તે યુનિટ યથાવત રાખવાનો નિર્ણય મોવડીઓ લેશે.

સરવાળે કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓનો અત્યારથી જોરદાર પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસો કોંગ્રેસ માટે મહત્વનાં બની રહેશે. રાજકીય નિરીક્ષકો પણ આતુરતાથી મીટ માંડીને બેઠા છ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here