ટાયર ફાટ્તા ભયાનક અકસ્માત : 2નાં મોત, 2 ગંભીર

ટાયર ફાટ્તા ભયાનક અકસ્માત : 2નાં મોત, 2 ગંભીર
ટાયર ફાટ્તા ભયાનક અકસ્માત : 2નાં મોત, 2 ગંભીર
દેરડી કુંભાજીના ઉદાભાઈ શાકભાજી વાળાની GJ14X 9781 બોલેરો જીપ શાકભાજી ભરીને જઈ રહી હતી ત્યારે મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા પાસે ​જીપનું ટાયર ફાટ્યું હતું. ગોંડલ નજીક યમરાજાએ પડાવ નાખ્યો હોય એમ અવારનવાર અકસ્માતના બનાવ બને છે.

Visit Saurashtra Kranti Homepage here

ગોંડલ પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. આજે સવારે ગોંડલની મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિનાં મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેને ગોંડલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

તેના કારણે ચાલકે કાબૂ ગુમાવતાં સામેથી આવી રહેલી અલ્ટો કાર GJ01KD 2755 ને ધડાકાભેર અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જેતપુરના થાણાગાલોળ ગામનાં જયાબેન ઊંધાડ (ઉં.વ. 71)નું મોત નીપજ્યું હતું.

જ્યારે ઉદાભાઈ અને રોહિતભાઈ ભીખુભાઇ પાઘડાળને ઇજા થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જતી વેળાએ રોહિતભાઈનું પણ મોત નીપજ્યું હતું.

Read About Weather here

બન્ને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતના બનાવના પગલે તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.અકસ્માત થતા બોલેરોચાલક અકસ્માત સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને લઈને માર્ગ પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here