આત્મહત્યા કરવા પાટા પર યુવક ઊંઘી ગયો પણ મોત ના મળ્યું

આત્મહત્યા કરવા પાટા પર યુવક ઊંઘી ગયો પણ મોત ના મળ્યું
આત્મહત્યા કરવા પાટા પર યુવક ઊંઘી ગયો પણ મોત ના મળ્યું
મુંબઈના શિરડી રેલવે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં એક એવી ઘટના કેદ થઈ છે,જે થોડી ક્ષણો માટે તમારા શ્વાસને થંભાવી વીડિયો જોવા માટે મજબૂર કરી શકે છે. રેલવે મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા

Visit Saurashtra Kranti Homepage here

પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ખૂબ ઝડપથી આવી રહેલી લોકલ ટ્રેનની સામે એક વ્યક્તિ જીવ આપવા રેલવે ટ્રેક પર માથુ ટેકાવીને આત્મહત્યા કરવા જઈ રહ્યો છે.

જોકે લોકલ ટ્રેનના મોટરમેનની સાવધાનીને લીધે મોત આ વ્યક્તિથી થોડા મીટરે જ અટકી ગયું અને તેનો જીવ બચી ગયો. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો મોટરમેનના કામની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. રેલવે તરફથી તેને સન્માનિત કરવામાં આવે તેવી પણ વાત કહી રહ્યા છે.

રેલવે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો શનિવારે સવારે 11.45 વાગ્યાનો છે. વીડિયોની શરૂઆતમાં રેલવે ટ્રેક પર એક વ્યક્તિ બેદરકારીપૂર્વક ફરતો દેખાય છે. તે સમયે ત્યાંથી જેવી લોકલ ટ્રેન ખૂબ ઝડપથી નજીક આવી રહી હતી

તે સમયે આ વ્યક્તિ ઓચિંતા જ ટ્રેનના પાટા પર માથુ ટેકાવીને ઊંઘી જાય છે. વીડિયોમાં દેખાતા આ વ્યક્તિએ તે સમયે પોતાની ગર્દનનો ભાગ પાટા ઉપર રાખી માથાને ટેકાવીને બે પાટાની વચ્ચે ઊંઘી ગયો.

જોકે લોકો પાયલટે તે સમયે આ વ્યક્તિને પાટા પર આત્મહત્યા કરવા ઊંઘેલો જોયો અને ઈમર્જન્સી બ્રેક લગાવી દીધી. તેને લીધે ટ્રેન તાત્કાલિક પાટા પર અટકી ગઈ અને જીવલેણ ઘટના થતા-થતા અટકી ગઈ. આ સંજોગોમાં ટ્રેક પર રહેલા યુવક પાસે સુરક્ષા કર્મચારીઓ દોડીને પહોંચતા પણ જોઈ શકાય છે.

રેલવે મંત્રાલયે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘મોટરમેન દ્વારા કરવામાં આવ્યું પ્રશંસનીય કાર્ય: મુંબઈના શિવડી સ્ટેશન પર મોટરમેને જોયું કે એક વ્યક્તિ ટ્રેક પર આવીને ઊંઘી જાય છે, તેણે ત્વરિતતા અને સૂઝ દર્શાવી ઈમર્જન્સી બ્રેક લગાવી વ્યક્તિનો જીવ બચાવ્યો.

તમારું જીવન કિંમત છે, ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે.’ ​​​​​આ વીડિયોને એક લાખ કરતા વધારે વખત જોવામાં આવ્યો છે અને 6 હજારથી વધારે લોકોએ લાઈક કર્યો છે, જ્યારે આશરે 900 લોકોએ ટી-ટ્વિક કર્યો છે. આ વીડિયોને જોયા બાદ એક યુઝરે લખ્યું,

Read About Weather here

‘ આ ખરેખર ભયાનક સ્થિતિ થવાથી બચી ગયો. ઈમર્જન્સી બ્રેક પણ ગાડીને બિલકુલ ઓચિંતા જ ઉભી રાખી શકતી નથી, આ માટે પણ ડિસ્ટન્સ ઘણું અગત્યનું છે. ધન્ય છે મોટરમેન, જે જેણે સમયસૂકતાનો પરિચય કરાવ્યો છે’

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here