ચાઇનીઝ દોરા, તુક્કલ પર પ્રતિબંધ: ટ્રાફિકને અવરોધરૂપ રીતે પશુઓને ઘાસચારો નાખનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરશે

ચાઇનીઝ દોરા, તુક્કલ પર પ્રતિબંધ: ટ્રાફિકને અવરોધરૂપ રીતે પશુઓને ઘાસચારો નાખનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરશે
ચાઇનીઝ દોરા, તુક્કલ પર પ્રતિબંધ: ટ્રાફિકને અવરોધરૂપ રીતે પશુઓને ઘાસચારો નાખનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરશે

શહેરીજનોને કોરોના મહામારીને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈનનું પાલન ફરજીયાત કરવાનું રહેશે: મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં
મકરસંક્રાંતિના અનુસંધાને પો.કમિશનરનું જાહેરનામું

રાજકોટના શહેરના પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા એક જાહેરનામુ બહાર પાડી કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખી કેટલાક મહત્વના નિર્ણયો લઈ ઉત્તરાયણ નિમિત્તે ખાસ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં નાગરિકો સુરક્ષિત રીતે અને કોરોનાની ગાઈડલાઈનું પાલન કરી ઉત્તરાયણ પર્વ ઉજવે તે માટે કેટલાક પ્રકિતબંધો જાહેર કર્યા છે. જેમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેમજ લોકો સાથે પર્યાવરણ અને પશુ-પક્ષીના પણ હિત જોવા મળે છે.

મકરસંક્રાંતિને દિવસે જોખમી ધાબા પરથી પતંગ ઉડાડવા અને ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પોલીસે જાહેરનામું પ્રસિઘ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે.પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ કોઇ પણ વ્યક્તિના જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પરથી પતંગ ઉડાવી શકાશે નહીં.

આમ જનતાને ત્રાસરૂપ થાય તે રીતે મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે કપાયેલી પતંગ અને દોરી મેળવવા માટે હાથમાં ઝંડા અને વાંસના બાંબુઓ, લાંબી વાંસની પટ્ટી લોખંડના કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવી આમતેમ શેરીમાં દોડી શકાશે નહીં.

Read About Weather here

જાહેરમાં ઘાસચારાના વેચાણ કરવા પર તથા આમજનતા દ્વારા આ ઘાસચારાને ખરીદ કરીને રસ્તા પર ગાય કે અન્ય પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિકને અવરોધ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.1 જાન્યુઆરીથી તા.16 જાન્યુઆરી સુધી અમલી રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here