ગીર જંગલનાં સાવજો ઉપર શિકારી ટોળકીઓનો ક્રૂર ડોળો

ગીર જંગલનાં સાવજો ઉપર શિકારી ટોળકીઓનો ક્રૂર ડોળો
ગીર જંગલનાં સાવજો ઉપર શિકારી ટોળકીઓનો ક્રૂર ડોળો

તાજેતરમાં મૃત હાલતમાં મળી આવેલા બે સિંહનાં નખનો પત્તો નથી: સિંહનાં નખ રૂ. 1 થી 2 લાખની કિંમતમાં વેચાતા હોવાનો જાણકારોનો ધડાકો: જો આવી પ્રવ્રુતિઓ બેરોકટોક ચાલતી રહેશે તો એશિયાનું ગૌરવ સાવજો પર જોખમ: રાજ્ય સરકાર તાકીદે દરમ્યાનગીરી કરે તેવી સાવજ પ્રેમી લોકોની માંગણી

એશિયાનાં ગૌરવ સમાન ડાલામથ્થા સાવજનાં એકમાત્ર નિવાસ સ્થાન ગીર અભયારણ્ય અને ગીર રેવન્યુ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન સાવજનાં અપમૃત્યુ અને મૃતદેહ પરથી નખ ગાયબ થઇ જવાની ઘટનાઓને પગલે ગીર જંગલમાં શિકારી ટોળકીઓ સક્રિય બની હોવાની ડરામણી ભીતિ ઉભી થવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

સિંહનાં નખનો વેપલો કરવાના બદઈરાદે ચોક્કસ ટોળકી યા તો શિકારીઓ ગીર જંગલ ધમરોળી રહ્યા હોય એવી આશંકા વન્ય જીવ પ્રેમીઓએ વ્યક્ત કરી છે અને તાત્કાલિક દરમ્યાન ગીરી કરવા માટે રાજ્ય સરકારને તથા ખાસ કરીને વન મંત્રાલયને અનુરોધ કર્યો છે.

સિંહનાં નખ બજારમાં ઉંચી કિંમતે વેચાતા હોય છે એ હકીકત જાણીતી છે. એટલે વન વિભાગનાં નાક નીચે આપણા ગૌરવ જેવા અભૂતપૂર્વ વન્ય પ્રાણી સાવજ વિરોધ્ધી કોઈ ષડ્યંત્ર રચાઈ રહ્યું છે કે કેમ એ વિશે ઊંડી તપાસ માંગી લેનારો બન્યો છે.

તાજેતરમાં ગીર સાવજ વિસ્તારનાં તુલસીશ્યામ અને રેવન્યુ વિસ્તારમાં બે સાવજનાં અપમૃત્યુ થયાનું બહાર આવ્યું હતું. જે તે સમયે વન ખાતાનાં અધિકારીઓ અને પશુ ચિકિત્સકોએ તપાસ કરી ત્યારે તુલસીશ્યામમાંથી મળી આવેલા સાવજનાં 13 નખ ગાયબ દેખાયા હતા.

વધુ દુ:ખની વાત એ છે કે, સાવજનો મૃતદેહ મળ્યાનાં 2 મહિના બાદ પણ હજુ સુધી નખનો પત્તો મળ્યો નથી કે એ માટે જવાબદાર કોઈ આરોપી પકડી શકાયા નથી. પરિણામે સાવજ પ્રેમીઓમાં ઉગ્ર રોષની લાગણી પ્રસરી વળી છે.

સિંહનાં નખ મૃતદેહ પરથી કઈ રીતે ગાયબ થઇ ગયા, કોણ કાઢી ગયું તેની તપાસ હજુ અંધારામાં જ ભટકી રહી છે અને કોઈપણ જાતનું પગેરું મળ્યું નથી. આ ખૂબ જ ગંભીર હકીકત છે. આ દિશામાં ખૂબ જ ઝડપથી તપાસ થઇ આરોપી શિકારી ટોળકી સુધી પહોંચવું જ જોઈએ. નહિતર સાવજો પરનો ખતરો વધતો જ જશે.

ગીર જંગલમાં સાવજનાં ખોરાકથી માંડીને સ્વાસ્થ્ય સુધીની તમામ જાળવણી પાછળ રાજ્ય સરકાર વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચે છે. જંગી સ્ટાફ એટલે માટે રાખવામાં આવ્યો છે કે, સાવજો કોઈ અજુકતી ઘટનાનો શિકાર ન બને અને કોઈ શિકારી ટોળકીનાં ફાસલામાં ફસાઈને અપમૃત્યુનો શિકાર ન થાય.

સાવજોનું ધ્યાન રાખવા માટે મોટો સ્ટાફ હોય છે, વન ખાતાનાં ટ્રેકર હોય છે. છતાં છાશવારે સાવજનાં અપમૃત્યુ અને નખ અલોપ થઇ જવાની ઘટના બનતી જ રહે છે. જે ચિંતાપ્રેરક વહીવટ તરફ અંગુલી નિર્દેશ કરે છે. તગડો પગાર મેળવતા વન અધિકારીઓને ગીર જંગલનાં આલીશાન ડાક બંગલાઓમાં જ રહેવાનું બને છે.

તેઓ જંગલમાં પેટ્રોલિંગ કરે છે કે કેમ અને કરતા હોય તો કેટલું પેટ્રોલિંગ કરે છે એ પણ તપાસનો મુદ્દો બને છે. સાવજનાં રક્ષણની પુરેપુરી જવાબદારી વન ખાતાની છે. કોઈપણ સ્થળે શંકાસ્પદ સાવજનું મૃત્યુ થાય ત્યારે યુધ્ધનાં ધોરણે એ સમગ્ર વિસ્તારમાં તપાસ થવી જોઈએ. મૂળ અભયારણ્ય વિસ્તારમાં રાત્રીનાં

પ્રવેશ આપવાની મનાઈ છે. છતાં ગીરની મધ્યમાંથી પસાર થતા માર્ગ પરથી રાત્રે ગેરકાનૂની રીતે કોણ પસાર થાય છે અને શા માટે થાય છે તેના પર વન ખાતાની બાજ નજર હોવી જોઈએ.

શિકારી ટોળકીઓનાં અસ્તિત્વ વિશે અગાઉ પણ સ્થાનિક માલધારી લોકો અને ગીરને અંદરથી જાણનારા લોકોએ વખતોવખત વન ખાતાને સચેત કર્યો જ છે. પણ આજ દિન સુધી આવા ગુન્હાખોર તત્વો હાથમાં આવ્યા જ નથી. વન ખાતામાં ખાઈ બદેલા તત્વોને કારણે એ

સ્થાપિત હિતો ઉભા થયા હોવાથી સાવજનાં રક્ષણનાં કાર્યમાં ફરજ ચૂક થતી હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે. વન ખાતાએ આ દિશામાં તાકીદે ઊંડી અને સઘન તપાસ કરવાની જરૂર છે. બજારમાં સાવજનાં નખની કિંમત ઘણી ઉંચી હોય છે એવું જાણકારો દર્શાવે છે.

સિંહનો નખ રૂ. 1 થી 2 લાખની કિંમતમાં વેચાતો હોય છે. એટલે આવા ગુનાહિત તત્વોની ટોળકીઓ અથવા તો આવા અપરાધી શખ્સો ગીર જંગલમાં ચોરી છૂપી રહેતા હોય યા ફરતા હોય તો એમને તાત્કાલિક ઝડપી લેવાની કામગીરી વન ખાતાએ બજાવવી પડશે.

નહિતર મધ્યપ્રદેશનાં સુંદર વનની જેમ આપણે સાવજનાં અસ્તિત્વને વિલુપ્ત થતું અટકાવી શકશું નહીં. રાજ્ય સરકાર વન ખાતાનાં જવાબદાર અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગે અને નિષ્પક્ષ તપાસ માટે વન

Read About Weather here

ખાતાની ટુકડીઓ અથવા તબીબો ગાંધીનગરથી મોકલવામાં આવે એવી વન્ય જીવ પ્રેમીઓની જોરદાર લાગણી છે. આપણે સાવજનાં નિવાસ સ્થાનનું ગૌરવ જેટલી તિવ્રતાથી લેતા રહીએ છીએ. એટલી જ તિવ્ર નિષ્ઠા એમના રક્ષણ માટે પણ બતાવી પડશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here