રાજકોટ મનપા કચેરીની બહાર સવારથી અરજદારોની લાંબી કતારો

રાજકોટ મનપા કચેરીની બહાર સવારથી અરજદારોની લાંબી કતારો
રાજકોટ મનપા કચેરીની બહાર સવારથી અરજદારોની લાંબી કતારો

વેક્સિનનાં બે ડોઝ લેનારને જ પ્રવેશ અપાતો હોવાથી અનેક રઝળી પડ્યા: હવેથી બે ડોઝ લેનાર નાગરિકને જ મનપા કચેરીમાં પ્રવેશ અપાશે
સવારે નિર્ણયની જાણ ન હોય તેવા સેંકડો નાગરિકો અલગ-અલગ વિભાગોનાં કામ માટે ઉમટી પડ્યા, પણ પ્રવેશ ન અપાતા એક તબક્કે અફરાતફરી મચી: મનપાએ નાગરિકોને વેક્સિનનાં બંને ડોઝ લઇ લેવા ફરીથી જાહેર અપીલ કરી

આજે સોમવારે સવારે વિવિધ વિભાગોનાં કામો અથવા રજૂઆતો માટે રાજકોટ મનપા કચેરી પહોંચેલા શહેરીજનોને ડેલે હાથ દઈને પાછા ફરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, કેમકે વેક્સિનનાં બંને ડોઝ લીધા હોય એવા અરજદારોને જ અને

Visit Saurashtra Kranti Homepage here

અન્ય કામે આવેલા નાગરિકોને પ્રવેશ અપાતો હોવાથી સેંકડો નાગરિકોની મનપા બિલ્ડીંગની બહાર કતારો જામી ગઈ હતી. વેક્સિન જેમણે લીધી નથી એવા સેંકડો અરજદારો રઝળી પડ્યા હતા અને બહાર કતારમાં ઉભા રહી ગયા હતા.

મનપાએ આ નિર્ણય લીધો હોવાથી મોટાભાગનાં શહેરીજનોને જાણ થઇ નથી. એટલે સવારે કોર્પોરેશન કચેરી ખુલ્લી એટલે હતી અને લોકો અંદર પ્રવેશ કરવા સુરક્ષા કર્મીઓ સાથે વાતચીત કરતા દેખાયા હતા.

ઘણાંય રોષે ભરાઈ ગયા હતા અને અમૂક લોકો અંદર જવા દેવા માટે સુરક્ષા કર્મીઓને રીતસર વિનવણી કરતા દેખાયા હતા. પરંતુ સ્પષ્ટ આદેશ હોવાથી સુરક્ષા કર્મીઓ વેક્સિન વિહોણા એકપણ નાગરિકને મનપાની અંદર જવા દેતા ન હતા.

આથી અનેક લોકોને મનપાનાં કામ પુરા કર્યા વિના વિલા મોઢે પાછા ફરવું પડ્યું હતું અને આજના દિવસે મનપામાં સાવ અલગ પ્રકારનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક શહેરીજનોએ ઉગ્ર ભાષામાં એવી રજૂઆત કરી હતી કે, આવો નિર્ણય લેવાય ત્યારે તેની અગાઉથી બરાબર પ્રસિધ્ધી થવી જોઈએ.

શહેરમાં માઈક સાથેની ગાડી ફેરવવી જોઈએ અને લોકોને જાણ થવી જોઈએ. અમૂક લોકોએ એવો રોષ વ્યક્ત કર્યો હતો કે, અચાનક આવા નિર્ણયો લઈને લોકોને બરાબર જાણ કરવામાં આવતી નથી. માત્ર અખબારી પ્રસિધ્ધિ આપવામાં આવે છે.

શહેરમાં અનેક નિરક્ષર અરજદારો એવા પણ હોય છે જે કદી અખબારો વાંચતા નથી. જો અગાઉથી જાણ કરવામાં આવે તો સેંકડો લોકોને ધરમ ધક્કો થયો ન હોત.જો કે મનપાનો આ નિર્ણય સરકારની કોરોના ગાઈડલાઈન્સ મુજબનો છે.

એટલે શહેરીજનોમાં વ્યાપક આવકાર બની રહ્યો છે. જે શહેરીજનો વેક્સિન લઇ શક્યા નથી તેઓ સમયસર લઈલે અને બંને ડોઝ મુકાવી લે એવો મક્કમ અને મજબુત સંદેશો મનપા તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યો છે.

દરમ્યાન રાજકોટ મનપા કચેરીમાં સવારથી વેક્સિનેશનની વ્યસ્થા પણ કરવામાં આવી છે. એટલે વેક્સિન ન લઇ શકેલા લોકો મનપાનાં રસીકરણ કેન્દ્રમાં આવીને રસી મુકાવી શકે છે.

Read About Weather here

એવું મનપા તંત્ર દ્વારા એક યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. મનપા બિલ્ડીંગમાં વેક્સિનની ઓન ધ સ્પોટ વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય આવકાર દાયક બન્યો છે. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here