3 લાખની કિંમતે 991 લાભાર્થીઓને ‘ઘરનું ઘર’ અપાશે

3 લાખની કિંમતે 991 લાભાર્થીઓને ‘ઘરનું ઘર’ અપાશે
3 લાખની કિંમતે 991 લાભાર્થીઓને ‘ઘરનું ઘર’ અપાશે

આવતીકાલથી ઓનલાઇન તેમન ઓફલાઇન ફોર્મ ભરાવવાનું શરૂ: મનપાના તમામ સિવિક સેન્ટર તેમજ આઇસીઆઇસીઆઇ બેંકની બ્રાંચોમાં કામગીરી કરાશે

રાજકોટમાં મવડી અને વાવડી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહેલા 991 આવાસો જરૂરિયાતમંદ પરિવારો મેળવી શકે એવા હેતુસર મહાપાલિકા દ્વારા તા.4 થી તા.31 જાન્યુઆરી સુધી ઓનલાઈન અને ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવે છે કે, શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા

જુદા વિસ્તારોમાં આવાસો બનાવવામાં આવી રહ્યા છે.જેના અનુંસધાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મવડી અને વાવડી વિસ્તારમાં આવેલ ઊઠજ-1 ના પૈકી બાકી રહેલ 991 આવાસોની બાંધકામની કામગીરી ચાલુ છે.

આ આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત આપવા માટે તા.4/1/2022 થી 31/1/2022 સુધીનો સમય રાખવામાં આવેલ છે.વિશેષમાં આગામી તા.4/1/2022 થી 31/1/2022 સુધી ફોર્મ મેળવી શકશે. આ ફોર્મ મેળવવા શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી 6 શાખાઓમાં જેવી

કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને પરત આપી શકાશે.આવાસની કિંમત રૂ.3 લાખ અને ફોર્મ સાથે રૂ.3000 ડીપોઝીટ ભરવાની રહેશે.

કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.3 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.આ યોજના હેઠળ આવાસોનો લઘુત્તમ કાર્પેટ વિસ્તાર અંદાજીત 30.00 ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ

સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે 10:30 થી બપોરના 3 કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે 10:30 થી બપોરે 2:30 વાગ્યા સુધીનો રહેશે.ફોર્મ લેવા માટે અરજદારે આધાર કાર્ડ સાથે રાખવું ઇચ્છનીય છે.

Read About Weather here

ઓફલાઇન ફોર્મ રૂ.100 રહેશે. જયારે ઓનલાઈન ફોર્મ રૂ.50 રહેશે. ઓનલાઈન ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ભરી શકાશે. આગામી દિવસોમાં આવાસોનો ડ્રો કોમ્પ્યુટરાઈઝથી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here