ગુજરાતમાં શાળાનાં વર્ગો તબક્કાવાર બંધ કરવા જોરદાર માંગણી

ગુજરાતમાં શાળાનાં વર્ગો તબક્કાવાર બંધ કરવા જોરદાર માંગણી
ગુજરાતમાં શાળાનાં વર્ગો તબક્કાવાર બંધ કરવા જોરદાર માંગણી

તબક્કાવાર બંધ કરી દેવા ગુજરાત સ્કૂલ એડમિનિસ્ટ્રેટર્સ ફેડરેશનનો પત્ર દ્વારા અનુરોધ: છેલ્લા થોડા સમયમાં શાળાઓમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોવિડ સંક્રમિત થયા છે, સરકારે હજુ આંકડા આપ્યા નથી: ફેડરેશનનાં પ્રમુખ ભાસ્કર પટેલ
ગુજરાત શાળા એસોસિએશનનાં પદાધિકારીઓની મુખ્યમંત્રીને રજૂઆત: કોરોના અને ઓમિક્રોનનાં વધતા જતા કેસોને કારણે ઓફલાઈન ક્લાસ ચલાવવા હવે જોખમી

ગુજરાતમાં શાળા-કોલેજોમાં વર્ગો ખંડો શિક્ષણ કાર્યથી ધમધમી ઉઠ્યા બાદ એકાએક કોરોના અને ઓમિક્રોનનાં કેસોએ ઉછાળો મારતા વાલીઓ અને વિદ્યાર્થી વર્ગમાં ચિંતાનું મોજું પ્રસરી વળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આથી ગુજરાતનાં શાળાકીય વહીવટી મહામંડળે રાજ્યોમાં ઓફલાઈન વર્ગો તબક્કાવાર બંધ કરવા રાજ્ય સરકાર સમક્ષ જોરદાર માંગણી કરી છે. ગુજરાત રાજ્ય સ્કૂલ એડમિનિસ્ટ્રેટર્સ ફેડરેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ પ્રક્રિયા હાલ તુરંત ફરી બંધ કરી દેવા અનુરોધ કર્યો છે.

ફેડરેશનનાં પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સંક્રમિત વિદ્યાર્થીઓનો આંકડો બહાર પાડ્યો નથી પણ છેલ્લા થોડા સમયમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત થયા હોવાનો અંદાજ છે.

ઓમિક્રોન અને કોરોના બંનેનાં કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. ઓમિક્રોન એ નવું વેરીએન્ટ છે. આથી ઓફલાઈન વર્ગો તબક્કાવાર બંધ કરવા જોઈએ.કોરોનાનાં કેસો કાબુમાં આવી ગયા બાદ જુલાઈથી રાજ્ય સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગો શરૂ કર્યા હતા.

એ પછી નવેમ્બરથી ધો-1 થી 5 અને ધો-6 થી 8 નાં વર્ગો પણ શરૂ કરી દેવાયા હતા.ફેડરેશને પત્રમાં રજૂઆત કરી છે કે, અત્યારે ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ કાર્ય પણ ચાલી રહ્યું છે.

પણ 90 ટકા વિદ્યાર્થીઓ વર્ગોમાં આવવા લાગ્યા છે અને માત્ર 10 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. એટલે કેસો વધી જતા વિદ્યાર્થીઓ સંક્રમિત થઇ રહ્યા છે.

કેટલીક શાળાઓમાં શિક્ષકો અને અન્ય સ્ટાફને પણ સંક્રમણ થયું છે. આથી સરકાર એક સપ્તાહ સુધી પરિસ્થિથતિનું નિરીક્ષણ કરે અને ધો-1 થી 5 નાં વર્ગો 10 જાન્યુઆરીથી બંધ કરે એવો અમે સરકારને અનુરોધ કરીએ છીએ.

જો પરિસ્થિતિ વધુ ખરાબ થાય તો પછીનાં સપ્તાહમાં ધો-6 થી 11 નાં વર્ગો પણ બંધ કરવા જોઈએ. જેના કારણે આપણે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરી શકીશું. ભાસ્કર પટેલે ધ્યાન દોર્યું હતું કે, 15 વર્ષથી ઓછી વયનાં બાળકો મોટી સંખ્યામાં શાળાએ આવતા હોવાથી એમને ચેપ લાગવાનો વધુ ભય રહે છે.

Read About Weather here

ગુરૂવારે રાજ્યમાં કોરોનાનાં 573 નવા કેસ અને ઓમિક્રોનનાં 97 કેસ નોંધાયા હતા. એવું પત્રમાં દર્શાવ્યું હતું. આથી એમણે તબક્કાવાર વર્ગો બંધ કરવા મુખ્યમંત્રીને અનુરોધ કર્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here