પંજાબમાં ‘આપ’ બહુમતીથી સહેજ દૂર રહેશે

અરવિંદ કેજરીવાલને કોરોના પોઝીટીવ
અરવિંદ કેજરીવાલને કોરોના પોઝીટીવ

ગોવા અને ઉતરાખંડમાં નોંધપાત્ર સફળતા: ટાઈમ્સ નાવ અને નવભારતની લોકમોજણીનાં તારણ

આગામી વિધાનસભા ચૂંટણીઓ અંગે ત્રણ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા લોક સર્વેક્ષણમાં એવા તારણ બહાર આવ્યા છે કે, પંજાબમાં નોંધપાત્ર દેખાવ કરવા છતાં આમ આદમી પાર્ટી બહુમતીથી થોડીક દૂર રહી જશે.

Visit Saurashtra Kranti Homepage here

જયારે ગોવા અને ઉતરાખંડમાં ઘણો સારો દેખાવ કરી શકે છે તેવું લોકમોજણીમાં જાણવા મળ્યું છે. જો સર્વેક્ષણ એકદમ સાચું પડે તો રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢવાની દિશામાં આપ મોટી છલાંગ મારી શકે છે.

સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં આપ ને 53 થી 57 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 41 થી 45 બેઠકો અને અકાલી જોડાણને 14 થી 17 બેઠકો મળવાની ધારણા છે.

જયારે ભાજપ અને કેપ્ટન અમરિંદરનાં નવા પક્ષને 3 થી વધુ બેઠકો નહીં મળે એવું હવામાન જોવા મળી રહ્યું છે. એટલે ભાજપ અને કેપ્ટનનાં જોડાણને સદંતર નિષ્ફળતા મળવાની સંભાવના છે.

ઉતરાખંડમાં 70 સભ્યોનાં ધારાગૃહમાં ભાજપને 42 થી 48 બેઠક સાથે બહુમતી મળી શકે છે. કોંગ્રેસને 12 થી 16 બેઠક જ મળી શકે છે. જયારે આપ પહેલીવખત 4 થી 7 બેઠકો જીતી ઉતરાખંડ ધારાસભામાં પ્રવેશ કરી શકે છે.

ગયા વખત કરતા ભાજપની બેઠકોમાં 6 થી 7 બેઠકનો ઘટાડો થશે પણ સતા જાળવી રાખશે. ગોવામાં પણ પહેલીવાર આપ મુખ્ય વિપક્ષ તરીકે બહાર આવે તેવી શક્યતા છે.

Read About Weather here

40 સભ્યોનાં ગૃહમાં ભાજપને 18 થી 22 અને આપ ને 7 થી 11 બેઠકો મળવાની સંભાવના છે. કોંગ્રેસ ગયા વખત કરતા પણ ખરાબ દેખાવ કરશે તેમ લાગે છે. કેમકે તેની બેઠકોમાં ઘટાડો થઈને એક આંકડે આવી જવાની સંભાવના છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here