રાજકોટવાસીઓનો આભાર માનતા ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી

રાજકોટવાસીઓનો આભાર માનતા ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી
રાજકોટવાસીઓનો આભાર માનતા ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હૃદયસિંહાસને બેસાડવા બદલ વંદન

મહાનગરપાલિકાનો આભાર માનતા આગેવાનો

સુશાસન પર્વના પૂર્ણાહુતિ પ્રસંગે રાજકોટની મુલાકાતે આવેલા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજકોટની જનતાએ પોતાના હ્રદયસિંહાસને બેસાડયા હતા અને તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું તે બદલ ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી તેમ જ મહામંત્રીઓ જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર અને કિશોરભાઈ રાઠોડે રાજકોટની પ્રજાનો અંત:કરણપૂર્વક આભાર માન્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ કહ્યું છે કે, પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ફૂલડે વધાવવામાં આવ્યા હતા અને તેમને રંગીલા રાજકોટને છાજે એવો આવકાર આપ્યો હતો. મુખ્યમંત્રીના સ્વાગત માટે યોજાયેલા રોડ-શો દરમિયાન રાજકોટની પ્રજાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહીને તેમનું અભિવાદન કર્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધ્રોલ ખાતે યોજાયેલા ભૂચર મોરીના કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું હતું. પરંતુ રાજકોટ ભાજપના સંગઠનના આગ્રહને માન આપીને તેઓ મુખ્યમંત્રીની સાથે રોડ-શોમાં થોડો સમય જોડાયા હતા અને બાદમાં પોતાના નિર્ધારિત કાર્યક્રમમાં જવા રવાના થઇ ગયા હતા.

Read About Weather here

રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રોડ-શો ઐતિહાસિક સાબિત થયો હતો અને રાજકોટની પ્રજા જે રીતે આ રોડ-શોમાં ઉમળકાભેર જોડાઈને રાજકોટની પ્રજાએ ભાજપના સંગઠનને વધુ એક વખત પોતાનું સમર્થન આપ્યું છે. જે સફળતાનું પ્રમાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શબ્દો ઉપરથી અનુભવી શકાય છે. રાજકોટ શહેર ભાજપના સંગઠને કરેલી અદભુત વ્યવસ્થાથી મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા અને તેમણે કહ્યું હતું કે રાજકોટે વટ રાખી દીધો છે. રાજકોટના પ્રભારી અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ પણ સમગ્ર આયોજનને નિહાળીને જમાવટ કરી છે તેવા ઉદગારો વ્યક્ત કર્યા હતા તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઘણા પ્રભાવિત થયા હતા અને તેમણે સમગ્ર ગુજરાતમાં રાજકોટ ભાજપ વધુ મજબૂત છે તેવો મત વ્યક્ત કર્યો હતો.

આ રોડ-શોને સફળ બનાવવા માટે ભાજ્પના તમામ શ્રેણીના કાર્યકરોએ રાત દિવસ મહેનત કરી હતી અને તેમની મહેનત પણ લેખે લાગી છે અને રોડ-શોને ચાર ચાંદ લાગી ગયા હતા. આ ઉપરાંત રોડ શો નો હિસ્સો બનનાર રાજકોટની સમાજસેવી સંસ્થાઓ, તેના હોદેદારો, વેપારી મંડળો, સામાજિક સંગઠનો, જ્ઞાતીમંડળો, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, રાજકોટ મહાનગરપાલિકાનો પણ આગેવાનોએ જાહેર આભાર માન્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here