મુખ્યમંત્રીનો આભાર માનતા મનપાના પદાધિકારીઓ

મુખ્યમંત્રીનો આભાર માનતા મનપાના પદાધિકારીઓ
મુખ્યમંત્રીનો આભાર માનતા મનપાના પદાધિકારીઓ

રાજકોટને રૂા.217 કરોડની વિકાસ ગ્રાન્ટ ફાળવવા બદલ આનંદ વ્યકત કરાયો

રાજકોટ ખાતે યોજાયેલા, સુશાસન સપ્તાહના સમાપન સમારોહમાં રાજકોટના વિવિધ વિકાસ કામો માટે રૂ. 217 કરોડની ગ્રાન્ટ આપવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલી જાહેરાતને આવકારી મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ધવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ આભાર વ્યક્ત કર્યો હતો. સાથોસાથ તેઓએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે, આ ગ્રાન્ટ મંજુર થતા શહેરમાં વિવિધ વિકાસકામોને વધુ ગતિ પ્રાપ્ત થશે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વહસ્તે રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂ. 82.49 કરોડ ના જુદાજુદા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા હતા, જેમાં રૂ. 1.35 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટ, વોર્ડ નં. 18 માં રૂ.3.01 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવેલ પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ, વોર્ડ નં. 13 માં રૂ. 2.31 કરોડના ખર્ચે શ્યામાપ્રસાદ મુખર્જી શાળા નં. 69 નુ નવું બિલ્ડીંગ, રૂ. 7 કરોડના ખર્ચે પી.પી.પી. યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસોનું તથા

રૂ. 20.12 કરોડના ખર્ચે 81 મિ. હાઈડ્રોલિક પ્લેટફોર્મનુ લોકાર્પણ તેમજ વોર્ડ નં.11 માં રૂ. 0.33 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર બગીચાનું, રૂ. 43.03 કરોડના ખર્ચે ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન સુધી 1200 વ્યાસ ની એમ.એસ. પાઈપલાઈન તથા વોર્ડ નં. 3 માં રૂ. 5.07 કરોડના ખર્ચે એઈમ્સ રસ્તા પર માઈનોર બ્રિજનુ ખાતમુહૂર્ત કરવામાં આવેલ.

આ કાર્યક્રમના સમાપન બાદ સ્માર્ટસિટી એરિયામાં નિર્માણ પામી રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી અને જે નવી ટેકનોલોજીથી કામ થઈ રહ્યું છે તેની માહિતી મેળવી કાર્ય પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.

Read About Weather here

દરમ્યાન, રાજકોટમાં મોટી સંખ્યામાં હાઈરાઈઝ બિલ્ડીંગો બની રહી છે ત્યારે આ ડેવલપમેન્ટને નજર સમક્ષ રાખી મહાનગરપાલીકાએ ફાયર રેસ્ક્યુ માટે હાઈડ્રોલિક પ્લેટફોર્મ વાહન પણ લાઈટહાઉસ ખાતે રાખવામાં આવેલ હતું અને મુખ્યમંત્રીએ આ વાહન વિશે પણ માહિતી પ્રાપ્ત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here