પ્રોડ્યૂસર એકતા કપૂર કોરોના પોઝિટિવ

પ્રોડ્યૂસર એકતા કપૂર કોરોના પોઝિટિવ
પ્રોડ્યૂસર એકતા કપૂર કોરોના પોઝિટિવ
એકતા ઉપરાંત ટીવી એક્ટર નકુલ મહેતા બાદ તેની પત્ની જાનકી તથા 10 મહિનાનો દીકરો સૂફી પણ કોવિડ પોઝિટિવ છે. પ્રોડ્યૂસર-ડિરેક્ટર એકતા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એકતા કપૂરે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.  

Visit Saurashtra Kranti Homepage here

ટીવી એક્ટ્રેસ ડેલનાઝ ઈરાનીને પણ કોરોના થયો છે.એકતા કપૂરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘તમામ સાવચેતી રાખી હોવા છતાં મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મારી તબિયત સારી છે અને મારા સંપર્કમાં આવનાર તમામને હું ટેસ્ટ કરવાની અપીલ કરું છું.’ એકતા કપૂર હોમ આઇસોલેશનમાં છે.એકતા કપૂરની આ સો.મીડિયા પોસ્ટ પર સેલેબ્સે જલ્દીથી સાજા થઈ જવાની પ્રાર્થના કરી હતી.

હિના ખાન, શ્વેતા તિવારી, મૌની રોય, વિક્રાંત મેસી સહિતના સેલેબ્સે કમેન્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં જ એકતાએ નીલમ કોઠારી તથા અન્ય ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરી હતી.

ટીવી સિરિયલ ‘કભી કભી ઈત્તેફાક સે’માં કામ કરતી એક્ટ્રેસ ડેલનાઝ ઈરાનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડેલનાઝ હાલમાં ઘરે જ છે. સિરિયલના સેટને સેનિટાઇઝ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં સિરિયલમાં કામ કરતાં તમામ કલાકારો તથા ક્રૂનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેમને આઇસોલેટેડ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આજે (3 જાન્યુઆરી) બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાની વાત કરી હતી. જ્હોન તથા તેની પત્ની પ્રિયા રૂંચાલને કોરોના થયો છે.

બંને હોમ આઇસોલેશનમાં છે. જ્હોન અબ્રાહમ ત્રણ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. જ્હોન તથા પ્રિયાએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. બંનેમાં કોરોનાના હળવા લક્ષણો છે.

હાલમાં જ નોરા ફતેહી, શિલ્પા શિરોડકર, રાહુલ રવૈલ, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર-કરન બૂલાની, મૃણાલ ઠાકુર તથા રણવીર શૌરીનો 10 વર્ષીય દીકરો હારુનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલાં કરીના કપૂર, સીમા ખાન, મહિપ કપૂર, અમૃતા અરોરા,

Read About Weather here

શનાયા કપૂર, ઉર્મિલા માતોડકર, તનિષા મુખર્જી, કમલ હાસનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ટીવી એક્ટર અર્જુન બિજલાણી તથા તેની 70 વર્ષીય માતા પણ કોરોના પોઝિટિવ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here