આંદોલન કરી રહેલા ખેડૂતોને કચડનારી જીપનો મોટો ખુલાસો…!

આંદોલન કરી રહેલા ખેડૂતોને કચડનારી જીપનો મોટો ખુલાસો...!
આંદોલન કરી રહેલા ખેડૂતોને કચડનારી જીપનો મોટો ખુલાસો...!
જોકે ખેડૂતોએ વકીલને મંત્રી અજય મિશ્રાનું નામ જોડવાની અરજી પણ કરવામાં આવી હતી પરંતુ ચાર્જશીટમાં તેમનું નામ જોડવામાં આવ્યું નથી.લખીમપુરના તુકનિયામાં 3 ઓક્ટોબરે એક પત્રકાર સહિત 8 લોકોના મોત થયા હતા. લખીમપુર ખીરી હિંસાને આજે 90 દિવસ પૂર્ણ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

મામલામાં SITએ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યો છે. SITના સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે ચાર્જશીટ 5 હજાર પાનાની છે. તેમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશીષ મિશ્રાના મિત્ર વીરેન્દ્ર કુમાર શુક્લાનું નામ જોડવામાં આવ્યું છે.  તેમાં બંને પક્ષોથી કેસ નોંધાવામાં આવ્યો હતો.

તે બાબતની તપાસ SIT ટીમ કરી રહી છે. ગંભીર આરોપોમાં 90 દિવસની અંદર એજન્સીને ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા મોનૂ સહિત 13 લોકો જ્યૂડિશિયલ કસ્ટડીમાં બંધ છે.

તિકોનિયા હિંસા કેસમાં ખેડૂતોના વકીલ અમાને કહ્યું કે FIRમાં કલમ 201 ઉમેરવામાં આવી છે. સાથે વિરેન્દ્ર કુમાર શુક્લાનું નામ પણ ઉમેરાયું છે. મંત્રીનું નામ પણ ઉમેરવા માટે વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમનું નામ ઉમેરવામાં આવ્યું નથી.3 ઓક્ટોબરથી 3 જાન્યુઆરી સુધી તુકનિયા કાંડના 90 દિવસ પૂર્ણ થયા છે.

ગંભીર આરોપોમાં તપાસ એજન્સીએ 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. SITના ઈન્સ્પેક્ટર વિદ્યા રામ દિવાકરે તેને એક અકસ્માત નહીં પણપૂર્વઆયોજીત કાવતરું ગણાવ્યું હતું. તેંણે કોર્ટને આ કેસમાં આરોપીઓ સામેની કલમો બદલવાની વિનંતી કરી હતી.

ભવિષ્યમાં આ જ કલમો હેઠળ મામલાની તપાસ થવી જોઈએ.લખીમપુરમાં 3 ઓક્ટોબરે બનેલી આ ઘટનામાં ચાર ખેડૂતો, એક સ્થાનિક પત્રકાર સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આશિષ મિશ્રા અને તેના સહયોગીઓ પર ખેડૂતોને તેમની કારથી કચડી નાખવાનો આરોપ છે.

Read About Weather here

બાદમાં SITની તપાસમાં બહાર આવ્યું હતું કે આ અકસ્માત નહીં પરંતુ પૂર્વઆયોજીત કાવતરા હેઠળ કરવામાં આવેલી હત્યા હતી. જેમાં ચારના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.4 ઓક્ટોબરે તુકનિયા પોલીસ સ્ટેશનમાં આશિષ મિશ્રા અને અન્ય ઘણા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here