નાના ઉદ્યોગોના એકમોને પ્રોત્સાહન અપાશે: મુખ્યમંત્રી

નાના ઉદ્યોગોના એકમોને પ્રોત્સાહન અપાશે: મુખ્યમંત્રી
નાના ઉદ્યોગોના એકમોને પ્રોત્સાહન અપાશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રીનો જિલ્લા-શહેર ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
રાજ્યના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, અર્જુનભાઈ ચૌહાણ, અરવિંદ રૈયાણી, તેમજ સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ઝવેરીભાઈ ઠકરાર, કમલેશ મિરાણી, મનસુખભાઈ ખાચરીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, કુવરજીભાઈ બાવળીયા, જયેશભાઈ રાદડીયા, ડો. પ્રદિપભાઈ ડવ, નિતીન ભારદ્વાજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું શહેર ભાજપ અને જિલ્લા ભાજપના કાર્યકર્તા સાથે સંવાદ કાર્યક્રમ મેયર બંગલા ખાતે યોજાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે ભવ્ય રોડ-શો અને સ્વાગત કાર્યક્રમમાં લોકોએ પ્રેમ-સ્નેહ વરસાવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેર ભાજપ યુવા મોરચાની ટીમને આજના બાઈક રેલી માટે યુવા મોરચાની ટીમને અભિનંદન આપ્યા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવેલ કે, ગુજરાતમાં નાનાં-મોટા ઉદ્યોગો આવે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. આ માટે રાજ્ય સરકાર પોલીસી લાવી રહી છે.

અને આ પોલીસ વાઈબ્રન્ટ સમિટ પહેલા લાવવા માંગી છીએ. અને રાજ્ય સરકાર નાનાં ઉદ્યોગોના એકમોને પ્રોત્સાહન આપશે.આ બેઠકમાં રાજયના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનભાઈ ચૌહાણ, મંત્રી અરવીંદભાઈ રૈયાણી, સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,

રાજકોટ શહેર સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, કુવરજીભાઈ બાવળીયા, જયેશભાઈ રાદડીયા, મેયર ડો. પ્રદિપભાઈ ડવ,

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી નીતિન ભારદ્વાજ, જિલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, નાગદાનભાઈ ચાવડા, મનીષ ચાંગેલા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ સહીતના ઉપસ્થિત રહયા હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રીને શહેર ભાજપ, જીલ્લા ભાજપના હોદેદારો, વિવિધ મોરચાસેલના હોદેદારો, મહાનગરપાલિકાના હોદ્ેદારો, કોર્પોરેટરો, જીલ્લા પંચાયતના સભ્યો અને હોદેદારો,

જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતો અને નગરપાલિકાના સભ્ય, હોદેદારો અને રાજકોટ શહેરના 18 વોર્ડના પ્રમુખ- મહામંત્રી, પ્રભારીઓએ તેમનો વ્યકતિગત પરીચય આપ્યો હતો.

Read About Weather here

આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ અને અંતમાં આભાર વિધિ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here