2021ના છેલ્લા દિવસે રસીકરણનો આંકડો 145 કરોડનો આંક પાર

2021ના છેલ્લા દિવસે રસીકરણનો આંકડો 145 કરોડનો આંક પાર
2021ના છેલ્લા દિવસે રસીકરણનો આંકડો 145 કરોડનો આંક પાર

કોરોના વેક્સિનેશન 145 કરોડના આંકને પાર કરીને વર્ષના છેલ્લા દિવસે એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી ચૂક્યુ છે: મનસુખ માંડવીયા

દેશે વર્ષના છેલ્લા દિવસે જ એક મોટો લક્ષ્યાંક પાર કર્યો છે. કોરોના રસીકરણ અભિયાનમાં મોટી સિદ્ધિ હાંસલ કરીને દેશમાં 145 કરોડથી વધુ કોરોના વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ આ અંગે માહિતી આપી હતી કે, દેશમાં અત્યાર સુધીમાં 145 કરોડથી વધુ લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.

તેમણે ટ્વીટ કર્યું હતું કે, પકોરોના વેક્સિનેશન 145 કરોડના આંકને પાર કરીને વર્ષના છેલ્લા દિવસે એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી ચૂક્યું છે. 2021ના પડકારજનક વર્ષમાં અપાર ધીરજ અને દ્રઢ નિશ્ર્ચય દર્શાવવા બદલ અમારા ડોકટરો, વૈજ્ઞાનિકો, આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઇન કામદારોનો આભાર

દેશભરમાં રસીકરણ ઝુંબેશ 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટ કર્મચારીઓનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. કોવિડ-19 રસીકરણનો આગામી તબક્કો 1

Read About Weather here

માર્ચથી 60 અને 45 વર્ષથી વધુ વયના બીમાર લોકો માટે શરૂ થયો હતો. દેશે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના તમામ લોકો માટે રસીકરણ શરૂ કર્યું હતું. બાદમાં સરકારે 1 મેથી 18 વર્ષથી વધુના તમામ લોકોને રસીકરણની મંજૂરી આપી હતી.(9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here