ગારીયાધારની માંડવી શાળામાં બાળમેળાનું આયોજન

ગારીયાધારની માંડવી શાળામાં બાળમેળાનું આયોજન
ગારીયાધારની માંડવી શાળામાં બાળમેળાનું આયોજન

ગારીયાધાર શ્રી માંડવી શાળામાં ગીજુભાઈ બધેકા બાળમેળાનું ભવ્ય આયોજન કરાયું હતું. તા.30/12/21 ના રોજ માંડવી કે શાળામાં ભવ્ય રીતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. શાળાના શિક્ષક દ્વારા વિવિધ વિભાગોનું સંચાલન કરવામાં આવ્યું. જેવા કે 1.કાગળકામ 2.ચિત્રકામ 3.માટીકામ 4.પપેટ શો 5.બાળ રમત 6 બાલવાર્તા 7.બાળગીત અભિનય તેમજ ધોરણ 6 થી 8 માં જીવન કૌશલ્ય આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું. આચાર્ય રમેશભાઇ પરમાર દ્વારા શાળા સ્ટાફને સુંદર આયોજન બદલ અભિનંદન આપવામાં આવેલા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here