સોમનાથમાં કાલે મફત દંતયજ્ઞ, બત્રીસી કેમ્પ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

સોમનાથ ટ્રસ્ટ અને ડીવાઈન ટ્રસ્ટ દ્વારા આયોજન

ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ કાર્યાલયની યાદી મુજબ સોમનાથ મંદિર ટ્રસ્ટનાં ઉપક્રમે દંત ચિકિત્સા કેમ્પ દર મહિનાની પહેલી તારીખે યોજાશે. જેમાં ડો.જયસુખ મકવાણા અને ડો.સંજય અગ્રાવત, મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ સેવા આપશે. દાંતનાં દર્દીને દાંત અને પેઢાનાં રોગોનું વિનામુલ્યે નિદાન કરી સારવાર આપવામાં આવશે. તેમજ હાલતા, દુ:ખતા, બિનજરૂરી દાંત કે દાઢ આયુર્વેદની જાલંધર બંધ યોગ વિધિ વડે કાઢી આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત વૃદ્ધ અને જરૂરિયાતમંદ વ્યક્તિ કે જેમના દાંત છે જ નહિ અને દાંતની બત્રીસી (ચોકડા) ની આવશ્યકતા હશે તો સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી વિનામુલ્યે કરવાની વ્યવસ્થા કરેલ છે. મર્યાદિત સંખ્યામાં વડીલોએ સમયસર સવારે નામ નોંધાવી દેવા, વહેલા તે પહેલાનાં ધોરણે ચોકઠા બનવી આપવામાં આવે છે.

Read About Weather here

આવતીકાલના કેમ્પનું સ્થળ લીલાવતી ગેસ્ટ હાઉસ સામે શોપિંગ કોમ્પ્લેક્ષ સોમનાથ ખાતે રહેશે. તા.1 ને સવારે 10 થી 1 યોજાનાર કેમ્પનો સોમનાથ અને આસપાસના તમામ શહેરી અને ગ્રામ્ય જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે ફોન : 9409773674 પર કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here