સૌરાષ્ટ્રનાં વિકાસ કામો પુરા કરી વટ પાડી દેશું: મુખ્યમંત્રી

સૌરાષ્ટ્રનાં વિકાસ કામો પુરા કરી વટ પાડી દેશું: મુખ્યમંત્રી
સૌરાષ્ટ્રનાં વિકાસ કામો પુરા કરી વટ પાડી દેશું: મુખ્યમંત્રી

રાજકોટમાં સુશાસન સમાપન સમારંભમાં ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક પ્રવચન: રાજકોટ મનપાને 2022 માટે રૂ.187 કરોડની ગ્રાન્ટ મંજુર કરતા મુખ્યમંત્રી: શહેરી સડક યોજના માટે રૂ. 30 કરોડ મંજુર કરાયા
ભવ્ય સ્વાગત બદલ શહેરીજનોનો આભાર માનતા મુખ્યમંત્રી

રાજકોટમાં યોજાયેલા રોડ-શો અને સન્માન બદલ શહેરની જનતાનો આભાર માની ઋણ સ્વીકાર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સંખ્યાબંધ શહેરી અને ગ્રામ્ય વિકાસ યોજનાઓનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં વિકાસ કામો ઝડપથી પુરા કરીને અમે અને અમારી સરકાર તમારો પણ વટ પાડી દેશું.રોડ-શો દરમ્યાન ભવ્ય સ્વાગત બદલ રાજકોટ અને કાઠીયાવાડનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે, જેવું અમારું સ્વાગત કરીને અમારો વટ રાખ્યો છે.

એવો તમારા કામો કરીને પણ વટ પાડી દેશું.સુશાસનનાં માપદંડમાં ગુજરાત અવ્વલ ક્રમે રહ્યું. તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ સુશાસનનો મંત્ર ખરા અર્થમાં સાકાર કરનાર પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપાયીનું સ્મરણ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, વિકાસ માત્ર શહેરો નહીં ગામડાઓમાં આમ આદમી સુધી પહોંચે એવા અટલજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંડારેલા માર્ગ પર ગુજરાત સરકાર પણ આગળ વધી રહી છે.

પ્રવચનનાં પ્રારંભે જ મુખ્યમંત્રીએ બગોદરાનાં કરૂણ અકસ્માતમાં મૃત્યુ પામેલા રાજકોટનાં જુડો વિદ્યાર્થીઓ અને કોચને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને એમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકા માટે નાણાંકીય સહાયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા માટે 2022ની સાલમાં વિવિધ વિકાસકામોની યોજનાઓ માટે રૂ.187 કરોડ સરકારે મંજુર કર્યા છે. એ જ રીતે શહેરી સડક યોજના માટે રૂ. 30 કરોડ મંજુર કરવામાં આવ્યા છે.

તેમણે સરકારની શહેરી અને ગ્રામ્યલક્ષી યોજનાઓનો ચિતાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજે અહીં આવીને જૂની કહેવત યાદ આવે છે. કાઠ્યિાવાડમાં ભૂલો પડ તું ભગવાન, તને સ્વર્ગ ભુલાવું શામળા… આજે ખરેખર મને અહીં આવીને આવી જ અનુભૂતિ થઇ છે.

સૌરાષ્ટ્રનાં ખંતીલા અને ખુમારી ભર્યા પ્રજાજનો વચ્ચે આવીને અપાર ઉત્સાહની લાગણી અનુભવી રહ્યો છું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે અહીં આવીને આવાસ યોજના અને ગ્રામ પંચાયતોને રોકડ સહાય સહિતનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા આનંદ અનુભવું છે.

મારી નવી ટીમને કામ કરવાનો ખૂબ જ ઉત્સાહ છે. આ તકે ભુપેન્દ્ર પટેલે એવું સૂચક વિધાન પણ કર્યું હતું કે, અહીં વિજય રૂપાણીની ટીમ પણ હાજર છે. એમને પણ કામનો ઉત્સાહ છે. રાજકોટની પ્રજાએ મારા પ્રત્યે પ્રેમ અને લાગણીનો વરસાદ વરસાવ્યો છે. એટલે હું પણ રાજકોટ મનપા માટે રૂ.187 કરોડની ગ્રાન્ટ મંજુર કરું છું

અને પ્રેમનો ઋણ સ્વીકાર કરું છું. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સુશાસનનાં લાભ માત્ર શહેરો નહીં પણ ગામડાઓ સુધી પણ પહોંચી રહ્યા છે. તેની પ્રતીતિ આજના કાર્યક્રમથી થઇ રહી છે. વડાપ્રધાન મોદીએ વારંવાર એવો મંત્ર આપ્યો છે કે, ગ્રામ પંચાયતો લોકશાહીની મજબુત પ્રણાલિકાનું ઉતમ ઉદાહરણ છે.

આજે વિકાસનાં કામો ગામડાનાં છેવાડાનાં લોકો સુધી પહોંચી રહ્યા છે. અમારી સરકારે 14 હજાર ગામડાઓમાં ઈ-ગ્રામ સેવાઓ શરૂ કરી છે. જેના થકી 60 જેટલી સરકારી સેવાઓ લોકોને ઘર બેઠા મળી રહી છે. આ સેવાઓનો આંકડો અમે 200 સુધી લઇ જવા માંગીએ છીએ.

મનરેગા પોર્ટલ શરૂ કરીને વડાપ્રધાન મોદીએ શ્રમિકોને નિશ્ચિત રોજગારીની ભેટ આપી છે. મુખ્યમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, ગુજરાતમાં 116 મહિલા ગ્રામ પંચાયતો તો સમરસ થઇ છે. આવી તમામ સમરસ થયેલી ગ્રામ પંચાયતોને રાજ્ય સરકાર ખાસ ગ્રાન્ડની ફાળવણી કરી રહી છે.

તમામનો વિકાસ થાય એ મંત્રને સાકાર કરવા માટે આજે અમારી સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રીએ એક તબક્કે પ્રવચનમાં રાજકોટનાં પ્રજા વત્સલ રાજવી લાખાજીરાજ મહારાજને પણ યાદ કર્યા હતા અને એમના પ્રજાલક્ષી સેવા કર્યોનો દાખલો આપ્યો હતો.

આ જ પ્રકારે સુશાસનનો મંત્ર આપનાર અટલજીને એમણે યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિકાસ, શ્રમ અને રોજગારની યોજનાઓ દેશને ભેટ આપવાનો યશ અટલજીને ફાળે જાય છે. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું

અને સરકારની વિકાસલક્ષી યોજનાઓની ઝાંખી આપી હતી. કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ અને ભાજપનાં વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ એમની લાક્ષણિક શૈલીમાં જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ચૂંટણી લક્ષી નથી.

પરંતુ પ્રજાની સુવિધાઓનાં કામ પરીપૂર્ણ કરવાના મક્કમ ઈરાદા સાથે આગળ વધતી ભાજપ સરકારની નીતિઓનાં ભાગરૂપે કાર્યક્રમ યોજાયો છે. રાજકોટની પ્રજાએ આજે મુખ્યમંત્રીનું જે ભવ્ય સ્વાગત કર્યું છે એ કોઈ વ્યક્તિનું સ્વાગત નથી.

પરંતુ ભાજપનાં વિકાસલક્ષી સિધ્ધાંતો લઈને આગળ વધતા પક્ષનાં એક કર્તવ્ય નિષ્ઠ પ્રજા સેવકનું સન્માન કર્યું છે. વજુભાઈએ આજે અટલજીને સુશાસન બદલ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે,

દેશને સુશાસનનો મંત્ર આપનાર અટલજીનાં જીવનની એક-એક પળ અને એમના શરીરનું રોમેરોમ માતૃભૂમિની સેવા માટે આજીવન સમર્પિત રહ્યા હતા. મજબુત અને લોખંડી નિર્ણય શક્તિ ધરાવતા અટલજીએ કારગીલ યુધ્ધ સમયે અમેરિકાનાં પ્રમુખને પણ રોકડો જવાબ આપી

Read About Weather here

જે રીતે ભારતની તાકાતનો પરચો વિશ્વને આપ્યો હતો એ ઘટનાને વજુભાઈએ યાદ કરી હતી. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અને એમની ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી અને ગુજરાત વિકાસકામોનાં માર્ગ પર સતત આગળ વધતું રહેશે. એવી આશા સાથે સરકારને શુભેચ્છા પાઠવી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here