મુખ્યમંત્રીના રોડ-શોને લઈને રિહર્સલ: ચાંપતો પોલીસ બંદોબસ્ત
આવતીકાલે મુખ્યમંત્રીના રોડ શોમાં મુખ્યમંત્રીનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. મુખ્યમંત્રીને આવકારવા માટે એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના 3 રાજમાર્ગ પર બેનર-કટઆઉટ મૂકી સુશોભન કરવામાં આવી રહ્યા છે. તો ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં સીએમની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહનો પૂર્ણાહુતિ સમારોહ યોજાવાનો હોઈ, વહીવટી તંત્ર દ્વારા કોલેજના ગ્રાઉન્ડમાં વિશાળ સમિયાણો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
Read National News : Click Here
કોલેજિયન છાત્રો દ્વારા આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાનો દાવો વહીવટી તંત્ર દ્વારા કરાયો છે. આજે મુખ્યમંત્રીના રોડ-શોનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
Read About Weather here
મુખ્યમંત્રીના રોડ-શોને લઇને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પણ બહાર પાડ્યું છે, જેમાં કાલે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શહેરના હાર્દ સમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવાશે તેમજ રોડ શોના રૂટમાં નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય એ માટે કોઈપણ પ્રકારનાં વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here