કોરોનાની સુનામી…!

કોરોનાની સુનામી…!
કોરોનાની સુનામી…!
યુકેમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. અહીં ૧.૮૩ લાખ નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે. તો અમેરિકામાં ૪,૪૧,૨૭૮ લાખ કોરોના કેસ મળ્યા છે. કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વના ૧૨૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકયો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેના વધતા કેસોને કારણે કોરોના કેસ સતત વધી રહ્યા છે. ૨૪ કલાકમાં વિશ્વમાં કોરોનાના રેકોર્ડ ૧૨.૨૨ લાખ કેસ નોંધાયા હતા. આ દરમિયાન ૬,૮૯૯ લોકોના મોત થયા છે.  

અહીં કોરોનાથી ૧,૮૧૧ લોકોનું મૃત્યુ થયું છે. ૨૦થી ૨૬ ડિસેમ્બર વચ્ચે વિશ્વમાં ૫૦ લાખ કેસ આવ્યા છે. જેમાંથી ૨૮.૪ લાખ કેસ એકલા યુરોપથી જ આવ્યા છે.WHOએ કહ્યું કે અમેરિકા મહાદ્વીપીય ક્ષેત્રમાં નવા કેસ ૩૯ ટકા વધીને લગભગ ૧૪.૮ લાખ થઈ ગયા.

એકલા અમેરિકામાં ૩૪ ટકાના વધારા સાથે ૧૧.૮ લાખથી વધુ કેસ મળ્યા. CDCના ડેટા અનુસાર મંગળવારે ૪,૪૧,૨૭૮ નવા કેસ સામે આવ્યા. આ પહેલા ૨૦ ડિસેમ્બરે સૌથી વધુ ૨.૯૦ લાખ કેસ નોંધાયા હતા.

તો સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી યુએસમાં દરરોજ સરેરાશ ૨,૫૮,૩૧૨ કેસ નોંધાઈ રહ્યા છે.યુરોપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ ફ્રાન્સમાં નોંધાયા છે. મંગળવારે અહીં લગભગ ૨ લાખ કોરોના સંક્રમિત મળ્યા અને ૨૯૦ લોકો મૃત્યુ પામ્યા.

ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરનના જણાવ્યા અનુસાર જાન્યુઆરીમાં દરરોજ નવા કેસની સંખ્યા ૨.૫ લાખ સુધી પહોંચી શકે છે. ફ્રાંસની સરકારે કડક વલણ અપનાવતા દેશના તમામ નાઈટકલબ્સને ત્રણ સપ્તાહ સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.

યુકેમાં મંગળવારે ૧૨૯,૪૭૧ નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે અને ૧૪૩ લોકો મૃત્યુ પામ્યા છે. અહીં ઓમિક્રોન સંક્રમણને કારણે દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાનો દર ૫૩%થી પણ વધુ છે. ખાસ કરીને લંડન ઓમિક્રોનથી સૌથી વધુ પ્રભાવિત છે.

દક્ષિણ આફ્રિકામાં નવેમ્બરમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યા બાદ અમેરિકા સહિત ઘણા દેશોએ આફ્રિકન દેશો પર ટ્રાવેલ બેન લગાવી દીધો હતો. અમેરિકાના પ્રેસીડન્ટ જો બાઈડને મંગળવારે દક્ષિણ આફ્રિકાના આઠ દેશો પરથી ટ્રાવેલ બેન હટાવવાની જાહેરાત કરી છે.

અમેરિકાથી આ દેશોની યાત્રા ૩૧ ડિસેમ્બરથી શરૂ થશે. તેમાં દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે, નામિબિયા, લેસોથો, ઇસ્વાતિની, મોઝામ્બિક અને મલાવીનો સમાવેશ થાય છે.આ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

સોમવાર સુધીમાં આ સંખ્યા ૩૮ ટકા ઘટીને ૧૪,૩૯૦ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકામાં હવે દૈનિક મૃત્યુઆંક આશરે ૬૦ છે. આ સૂચવે છે કે દર્દીઓમાં હવે કોરોનાના હળવા લક્ષણો દેખાઈ રહ્યા છે, જેના કારણે હોસ્પિટલમાં તેમના મૃત્યુની શકયતા ઘણી ઓછી રહે છે.

ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકાના નવા ડેટા પરથી જાણકારી મળે છે કે ઓમિક્રોનથી થનારા ૧૦માંથી ૯ મૃત્યુ વેકિસન ન લીધેલા દર્દીઓમાં હતા. કુલ આંકડાઓ પર નજર કરીએ તો ઓમિક્રોનથી થયેલા ૩૦૯ મૃત્યુમાંથી માત્ર ૪૦ લોકોને જ રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા.

Read About Weather here

જો કે, ક્રિસમસ પર ઓછી સંખ્યામાં લોકોનો ટેસ્ટ કરવામાં આવે છે. વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકામાં દૈનિક મૃત્યુઆંક ટોચ પર પહોંચ્યો હતો જયારે સરેરાશ ૫૭૮ મૃત્યુ નોંધાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here